ભુજ,તા.૧

પશ્ચિમ કચ્છના સરહદી અબડાસા તાલુકાના નાની વમોતી ગામે વ્યાપક પ્રમાણમાં ગૌચર જમીન ઉપર દબાણ થઈ ગયા હતા. ગૌચર દબાણ સામે ગ્રામજનો દ્વારા અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આ મામલે અંતે આજે વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે અને ગૌચર દબાણ સ્થળે ભારે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવ કામગીરી શરૂ કરી છે. હાલ ગામની સીમમાં આવેલા ગૌચર સ્થળે બની ગયેલા વાડાઓ, ખેતરો અને હંગામી આવાસો સહિતના દબાણો સાધન સામગ્રીની મદદ વડે દૂર કરવામાં આવી રહ્યા છે. દબાણ હટાવ કામગીરી સાંજ સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે એવું સ્થાનિકે થી જાણવા મળ્યું હતું. જાેકે કુલ કેટલા દબાણો દૂર કરવામાં આવશે તે વિશે તંત્રએ કોઈ માહિતી જાહેર કરી નથી. અબડાસા તાલુકાના વમોટી નાની ગામે આજે સ્થાનિકોની રજૂઆતના પગલે તંત્ર દ્વારા ગૌચર જમીન પરના દબાણ દૂર કરવાની કામગીરી સવારથી ચાલુ કરવામાં આવી છે. સ્થાનિક ગ્રામ પંચાયત, તાલુકા પંચાયતના અધિકારીઓની હાજરીમાં દૃ નલિયા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ગૌચર જમીન દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે.