બુધવારે મોડી સાંજે, મુંબઇના જૂહુ વિસ્તારમાં ફિલ્મ અભિનેતા ગોવિંદાની કારને બીજી કારે ટક્કર મારી હતી. જે સમયે આ અકસ્માત સર્જાયો તે સમયે કારમાં ગોવિંદાનો પુત્ર યશવર્ધન અહૂઝા અને ડ્રાઇવર હાજર હતો. ટક્કર મારનાર ગાડી યશરાજ ફિલ્મ્સની હતી. જોકે સદનસીબે ગાડીમાં બેઠેલા લોકોને કોઇપણ પ્રકારનું નુકસાન થયું ન હતું.

 જુહૂ પોલીસના અનુસાર બંને પક્ષોએ પરસ્પર સમાધાન કરી લીધું છે. આ મામલે કોઇ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. રાત્રે લગભગ 8:30 વાગે જુહૂ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી કે ગોવિંદાની કારને ટક્કર મારવામાં આવી હતી. જે ગાડીને ટક્કર મારી, તેને ડ્રાઇવર ચલાવી રહ્યો હતો. બંને ગાડીઓમાં સામાન્ય લિસોટા પડ્યા હતા. અકસ્માતમાં કોઇને ઇજા પહોંચી ન હતી. વર્ક ફ્રંટની વાત કરીએ તો ગોવિંદાને છેલ્લે વર્ષ 2019માં રિલીઝ થયેલી ફિલ્મ 'રંગીલા રાજા'માં કામ કર્યું હતું.