મુંબઇ-
મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ થઇ ગયો છે અને દરરોજ મોતના નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. સ્થિતિ એ છે કે મૃતદેહોને લઇ જવા માટે હવે એમ્બ્યુલન્સ પણ નથી. એક જ એમ્બ્યુલન્સમાં અંદાજે બે ડઝન મૃતદેહો લાવીને કબ્રસ્તાન કે સ્મશાનમાં પહોંચાડવામાં આવી રહ્યા છે. કાળજું કંપાવનારી આ તસવીર મહારાષ્ટ્રના બીડથી સામે આવી છે.
બીડ જિલ્લાના અંબાજાેગાઇમાં સ્વામી રામાનંદ તીર્થ હોસ્પિટલમાં કોરોનાથી મૃત્યુ પામનાર ૨૨ દર્દીઓના મૃતદેહ રવિવારના રોજ એક જ એમ્બ્યુલન્સમાં ભરીને કબ્રસ્તાનમાં લાવામાં આવ્યા. હોસ્પિટલની દલીલ છે કે તેમની પાસે એમ્બ્યુલન્સ નથી. આ અમાનવીય તસવીર સામે આવ્યા બાદ લોકોમાં ગુસ્સો છે.
આપને જણાવી દઇએ કે બીડ જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધતી જઇ રહી છે. અંબજાેગાઇ તાલુકામાં સ્થિતિ ગંભીર છે. આથી અહીં સ્વારાતી હોસ્પિટલ પર ભારે દબાણ છે. સાથો સાથ પાડોશી તાલુકાના દર્દીઓને સ્વારાતી હોસ્પિટલ અને લોખંડી સાવરગાવ કોવિડ કેન્દ્રમાં દાખલ કરાઇ રહ્યા છે. દર્દીઓની વધતી સંખ્યાની સાથે મોતનો આંકડો વધી ગયો છે.
મોતના વધતા આંકડાની સાથે જ હોસ્પિટલ પ્રશાસનના મિસમેનેજમેન્ટની પોલ ખોલી છે. ૨૫ એપ્રિલના રોજ એક જ એમ્બ્યુલન્સમાં ૨૨ દર્દીઓના મોત કબ્રસ્તાનમાં લઇ જવાયા હતા. જે રીતે દર્દીઓના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઇ જવાયા તે ખૂબ જ ચોંકાવનારું છે. લોકોમાં વહીવટીતંત્ર સામે આક્રોશ છે. હોસ્પિટલ પ્રશાસનના મતે હોસ્પિટલમાં માત્ર બે એમ્બ્યુલન્સ છે, મહામારીના લીધે પાંચ વધુ એમ્બ્યુલન્સની માંગણી કરી છે. ૧૭મી માર્ચ ૨૦૨૧ના રોજ બીજી એમ્બ્યુલન્સ માટે જિલ્લા પ્રશાસનને લખ્યું છે પરંતુ હજી સુધી કોઇપણ એમ્બ્યુલન્સ મળી નથી. આથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
Loading ...