હીમા દાસ એક વર્ષ પછી મેદાનમાં પરત ફર્યા, 200 મીટર સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો
26, ફેબ્રુઆરી 2021 1188   |  

પટિયાલા-

ભારતની સ્ટાર દોડવીર હીમા દાસે એક વર્ષ પછી મેદાન પર વાપસી કરી છે. પોતાની પહેલી જ સ્પર્ધાત્મક રેસમાં ભાગ લેતા હીમા દાસે ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો હતો. ગુરુવારે નેતાજી સુભાષ નેશનલ સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ પરિસરમાં યોજાયેલી 200 મીટરની સ્પર્ધામાં ભાગ લીધો હતો. 21 વર્ષીય હીમા દાસે 23.31 સેકન્ડના સમયમાં આ રેસ જીતી સૌને ચોંકાવી દીધા હતા. 400 મીટરમાં 2019માં વિશ્વ જૂનિયર ચેમ્પિયન રહેલા હીમાએ આ પહેલા જ ફક્ત ત્રણ વાર (વર્ષ 2018માં બે વખત અને 2019માં એક વખત)માં આનાથી પણ ઓછા સમયમાં રેસ જીતી હતી. હીમા અત્યાર સુધી ટોક્યો ઓલિમ્પિક માટે ક્વાલિફાય ન થઈ શક્યા અને તેમણે ઓગસ્ટ 2019માં પોતાની અંતિમ સ્પર્ધાત્મક રેસમાં ભાગ લીધો હતો. કોવિડ-19 મહામારીના કારણે ઘરેલુ કેલેન્ડર અસ્ત વ્યસ્ત થઈ ગયું હતું, જેના કારણે એક પણ ભારતીય એથ્લિટ વિદેશમાં કોઈ પણ સ્પર્ધામાં ભાગ નહતો લઈ શક્યો. ભારતની સ્ટાર દોડવીર હીમા દાસે નેતાજી સુભાષ નેશનલ સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટના પરિસરમાં આયોજિત ઈન્ડિયન ગ્રાન્ડ પ્રીમિયર 2માં ભાગ લીધો હતો. અહીં હીમા દાસે મહિલા 200 મીટર સ્પર્ધામાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution