લોકસત્તા ડેસ્ક

કોરોના મહામારીના આ યુગમાં, આપણામાંના મોટા ભાગના લોકો ઘરેથી કામ કરે છે. આ સિવાય બાળકોના વર્ગો પણ ઓનલાઈન થવા માંડ્યા છે. આ જ કારણ છે કે, આ દરમિયાન સ્માર્ટફોન અને લેપટોપની માંગમાં પણ વધારો થયો છે. તેથી જ, આ દિવસોમાં તમામ કંપનીઓ તેમની પ્રોડ્ક્ટ પર પણ ટિસ્કાઉંટ આપી રહી છે. જો તમે પણ તમારા બાળકો માટે લેપટોપ લેવાનું વિચારી રહ્યા છો, તો તમારે આ બાબતોને ધ્યાનમાં રાખવી મહત્વપૂર્ણ છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને, તમે તમારા બાળકો માટે વધુ સારું લેપટોપ ખરીદી શકો છો. તો જાણો આ ખાસ બાબતો

વધુ બજેટ લાભકારક નથી

જો તમે સ્કૂલ અથવા કોલેજ માટે લેપટોપ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમે 30 થી 50 હજારની કિંમતમાં HP, Dell, Acer અને Asus જેવી કંપનીઓના લેપટોપ ખરીદી શકો છો. આ સિવાય તમે આ લેપટોપની કિંમત પર મળતી છૂટનો લાભ પણ લઈ શકો છો.

રેઝોલ્યુશન પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે

જો તમે બાળકો માટે લેપટોપની ખરીદી કરી રહ્યાં છો, તો પછી હાઈ-રેઝોલ્યુશન ડિસ્પ્લેવાળા લેપટોપની જરૂર નથી. વિંડોઝ લેપટોપ માટે ફૂલ HD (1920 x 1080 પિક્સલ્સ) રેઝોલ્યુશન પૂરતું છે. આવી સ્થિતિમાં, જો તમે વધુ પૈસા બચાવવા માંગતા હો, તો પછી તમે 1366 x 768 પિક્સેલ્સ જેવા લો રિઝોલ્યુશન લેપટોપ પણ ખરીદી શકો છો.

શ્રેષ્ઠ પ્રોસેસર પસંદ કરો

જોકે માર્કેટમાં Intel Core i3 પ્રોસેસર વાળા લેપટોપ છે, પરંતુ જો તમે તમારા માટે લેપટોપ ખરીદવા માંગતા હોવ તો ઓછામાં ઓછું Core i5 પ્રોસેસર વાળા લેપટોપ ખરીદો.

RAM અને હાર્ડ ડ્રાઇવ સ્પેસની પણ કાળજી લો

તમારા લેપટોપમાં ઓછામાં ઓછી 8GB RAM હોવી જોઈએ. એક બજેટ લેપટોપ માટે 8GB RAM વધુ સારી છે. બીજી તરફ, કેટલાક લોકો ક્યારેક 4GB રેમ વાળા લેપટોપ ખરીદે છે, પરંતુ તમને જણાવી દઈએ કે 4GB રેમ તમારા લેપટોપ માટે શ્રેષ્ઠ નથી અને તે તમારા કામને પણ અસર કરી શકે છે. આ સિવાય લેપટોપ લેતી વખતે હાર્ડ ડ્રાઇવની સ્પેસની સંભાળ રાખો અને ઓછામાં ઓછા 512GB HDD અથવા 256GB SSD વાળા લેપટોપ ખરીદો.

લેપટોપમાં રાખો જેન્યુઅન ઓપરેટિંગ સિસ્ટમ

જો તમે તમારા લેપટોપને કોઈપણ પ્રકારના નુકસાનથી બચાવવા માંગતા હોવ, તો સમયસર તેને અપડેટ કરવું મહત્વપૂર્ણ છે. આ માટે, તમારા લેપટોપમાં જેન્યુઅન Microsoft Windows 10 OS હોવા જોઈએ. તેમાં Microsoft Office 365 suite ઇન્સ્ટોલ કરવાનો પ્રયાસ કરો.

વધુ સારુ એન્ટિવાયરસ વાપરો

નવા લેપટોપ સાથે, તેની સુરક્ષા પણ જરૂરી છે. જેથી કોઈપણ પ્રકારના વાયરસનો હુમલો ન થઈ શકે. તેથી, લેપટોપ ખરીદવાની સાથે સાથે સારા એન્ટિવાયરસ સોલ્યૂશન જેવા કે નોર્ટન અથવા બીટડિફેંડર વગેરે ખરીદો અને તેને લેપટોપમાં ઇન્સ્ટોલ કરો.