06, જુલાઈ 2025
3168 |
ઈડર, સાબરકાંઠા જીલ્લાના ઈડર તાલુકામાં આવેલ એક ગામના શખ્સએ એક ગામની પરણિત મહિલા સાથે એક ગેસ્ટ હાઉસમાં લઈ જઈ દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ હતી. આ અંગે ભોગ બનનાર મહિલાએ દુષ્કર્મ આચરનાર ઈસમ સામે ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે દુષ્કર્મનો ભોગ બનનાર મહિલાના પતિએ ઈડર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ આ કામના આરોપી ધ્રુવ કાર્તિકભાઈ ભટ્ટ (રહેઠાણ દરામલી, તાલુકો ઈડર, જીલ્લો સાબરકાંઠા)એ ફરિયાદી એક પરણિત મહિલા સાથે મિત્રતાનાં નાતે અગાઉ પડાવેલ ફોટા ડિલિટ કરવાનું કહી મહિલાને તારીખ ૧૬/૦૩/૦૨૫નાં રોજ ઈડર બસ સ્ટેન્ડ સામે આવેલી સર્વોદય ગેસ્ટ હાઉસમાં બોલાવી હતી અને મહિલાને હોટેલના રૂમમાં લઈ જઈ ગાલ પર લાફો મારી મહિલા સાથે દુષ્કર્મ કરી શારીરિક સંબંધ બાંધી મહિલાને ‘કોઈને કહીશ તો તારા પતિને મારી નખાવીશ અને તને પણ સમાજમાં બદનામ કરી નાખીશ’ તેમ કહી ધમકી આપી દુષ્કર્મ આચરનાર શખ્સ નાસી છૂટ્યો હતો અને દુષ્કર્મનો ભોગ બનનાર મહિલાએ તેના પતિને સાથે રાખી આરોપી ધ્રુવ ભટ્ટ સામે ઈડર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.