પાદરામાં કોરોનાના નવા ૧૧ કેસો નોંધાયા  કુલ આંક ૧૨૪૪ પર પહોંચ્યો

પાદરા પાદરામાં કોરોના પોતાની પકડ વધુ મજબૂત બનાવી રહ્યો છે. આરોગ્ય તંત્ર દવારા આજે કોરોનાનો સૌથી મોટો આંકડો ૧૧ કોરોનાના કેસ નોંધાયા હોવાનું હેલ્થ બુલેટીનમાં જણાવાયું છે. આ સાથે કોરોના પોઝિટિવથી પીડાતા દર્દીઓની સંખ્યા ૧૨૪૪ ઉપર પહોંચી જવા પામી છે. બીજી તરફ પાદરામાં ફરી ભયાનક પરિસ્થિતિ સર્જાઈ રહી છે. રોજેરોજ કોરોનાના કેસોમાં થતો વધારો ચિંતાનો વિષય બન્યો છે તેમજ લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. પાદરામાં વિતેલા ર૪ કલાકમાં ગઈકાલ કરતાં ઓછા સેમ્પલ લેવામાં આવેલ હોવા છતાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના ૧૧ કેસો આવતાં લોકોમાં ભય ફેલાઈ રહ્યો છે. પાદરામાં એક લોકો ખાનગી હોસ્પિટલો તેમજ હોમ ક્વોરન્ટાઈન દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. 

પાવીજેતપુરના નાનીબેજના કોતર પાસ યુવતીની લાશ મળી

પાવી જેતપુર  પાવી જેતપુરના નાની બેજ ગામના એક કોતર પાસેથી ગામની જ એક યુવતીની લાશ સંદિગ્ધ હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઇ છે. પાવી જેતપુર પોલીસે લાશનો કબજાે મેળવીને કયા સંજાેગોમાં મોત થયું છે તેની તપાસ હાથ ધરી છે. પાવી જેતપુર તાલુકાના નાનીબેજ ગામમાં લગ્ન હોઈ તા. ૭ ના રોજ કલ્પનાબેન લક્ષ્મણભાઇ રાઠવા ઉ.વ. ૨૩ ચોલી અને કપડાં ખરીદી માટે બોડેલી જબ નીકળી હતી. પરંતુ ત્યારબાદ યુવતીની કોઇ ભાળ ન હતી.  

નસવાડી જુગાર રમતા ત્રણ જુગારીયા પકડાયાઃચાર ફરાર

છોટાઉદેપુર નસવાડી જુગાર રમતા સાત જુગારીઓ પર પોલીસ કાર્યવાહી, નસવાડીના સાતબેડીયા ગામના ખેતર મા રમતા હતા જુગાર, જુગાર રમતા ત્રણ જુગારીઓ ઝડપાયા ચાર ફરાર , ૧૧૦૦૦ થી વધુ રોકડા, મોબાઈલ ,બાઇક સહિત ૪૦૨૪૦ નો મુદ્દામાલ કર્યો પોલીસે જપ્ત, પકડાયેલ આરોપીઓ(૧)સુનિલભાઈ તડવી. .(૨) બલોચખાન પઠાણ ઉ.વ.૪૦. (૩)કનુભાઈ ભીલ.ઉ.વ.૩૬.રહે.સુરજીપુરા.તાઃતિલકવાડા.જી.નર્મદા. ભાગી જનાર આરોપીઓ. (૪) સકિલભાઈ સત્તાર ભાઈ મેમણ રહે.નસવાડી નારાયણ સોસાયટી.તા.નસવાડી.જી. છોટાઉદેપુર (૫)અલ્તાફ ભાઈ મહમદભાઈ દીવાન.રહે. નસવાડી સરકાર ફળિયા. તાઃનસવાડી જી.છોટાઉદેપુર (૬) મોહસીન રઝાકભાઈ કુરેશી.રહે નસવાડી રાયણઘોડા.તાઃનસવાડી જી.છોટાઉદેપુર (૭) યાસીનભાઈ અઝીઝભાઈ ઘંટોલી. રહે.નસવાડી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution