રાહત, ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ ઘટીને 11,397 થયા
23, ડિસેમ્બર 2020

અમદાવાદ-

રાજ્યમાં કોરોના ક્ધટ્રોલમાં આવી ગયો હોય તેમ દિનપ્રતિદિન કેસો ઘટી રહ્યા છે. ગઈકાલે સતત બીજા દિવસે નવા કેસોની સંખ્યા ત્રણ આંકડામાં આવી છે. અને 1200થી વધુ દર્દીઓ સાજા થયા છે. ખાસ કરીને આ પહેલા રિકવરી રેટ ઘટી ગયો હતો જે હવે વધીને 93.41 ટકા થયો છે.ગુજરાતમાં ગઈકાલે કોરોના પોઝીટીવ નવા 988 કેસ નોંધાયા છે અને 7 દર્દીના મૃત્યુ થયા છે, જ્યારે 1209 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ 64 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 11,333 દર્દીઓ સ્ટેબલ છે. આમ એક્ટિવ કેસ પણ ઘટીને 11,397 થયા છે.બરાજ્યનો કુલ મૃત્યુઆંક 4248 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 237247 પર પહોંચ્યો છે.

કોરોના મહામારીને જળમૂળમાંથી નાબુદ કરવા વિશ્વભરનાં દેશો એક જુથ થઈ લડી રહ્યા છે. સંશોધકો પણ ઉંધેકાંધ થયા છે. સો ટકા વિશ્વનીયતાનો અભાવ કિમંતો, સંગ્રહ ક્ષમતા અને આડઅસરને લઈ અનેકો પ્રશ્નો છે. ત્યારે કોરોનાએ બીજુ સ્વરૂપ ધારણ કરતા આ પ્રશ્નોનો ઉકેલ વધુ જટીલ બન્યો છે. કોવિડ ૧૯ના નવા સ્ટ્રેનના કારણે રસીની અસરકારકતા પરપણ પ્રશ્નો ઉભા થયા છે. ધીમીગતિનં કોરોના વાયરસ પર પણ રસીનેલઈ પ્રશ્નાર્થ હતો ત્યારે હવે નવું ઘાતકી સ્વરૂપ સામે આવતા નવી ગૂંચવણ ઉભી થઈ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution