ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી વિશ્વમાં 5 માં સૌથી ધનિક વ્યક્તિ બન્યા 

મુબંઇ-

વિશ્વસ્તરે ભારતીય બિઝનેસ મેન મુકેશ અંબાણી એક પછી એક સિદ્ધિઓ મેળવતા જાય છે. હાલમાં જ જૂલાઇના બીજા અઠવાડિયે એટલે 14 જૂલાઇના રોજ મુકેશ અંબાણી વિશ્વના છઠ્ઠા સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા, એ સમયે તેમની કુલ સંપત્તિ 72.4 અબજ ડોલર હતી. હવે 22 જૂલાઇએ એક ક્રમ આગળ આવીને તેઓ વિશ્વના પાંચમા સૌથી પૈસાદાર વ્યક્તિ બની ગયા છે. આઠ જ દિવસમાં તેમની સંપત્તિમાં 2.6 અબજ ડોલરનો વધારો થયો છે.

ઉલ્લેખનીય છે કે, વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાં 185.8 અબજ ડોલરની કુલ સંપત્તિ સાથે જેફ બેજાેસ પહેલા સ્થાને, 113.1 અબજ ડોલરની કુલ સંપત્તિ સાથે બિલ ગેટ્‌સ બીજા સ્થાને, 112 અબજ ડોલરની કુલ સંપત્તિ સાથે બનોર્ડ અનોલ્ટ એન્ડ ફેમિલી ત્રીજા ક્રમે, 89 અબજ ડોલરની કુલ સંપત્તિ સાથે ફેસબુકના માર્ક ઝુકરબર્ગ ચોથા ક્રમે છે.

મુકેશ અંબાણીની કુલ સંપત્તિ ઝુકરબર્ગથી 14.4 અબજ ડોલર ઓછી છે. અંબાણી પછી 72.7 અબજ ડોલરની સંપત્તિ સાથે વોરન બફેટ છઠ્ઠા સ્થાને છે, એ પછી લૈરી એલિસિન સાતમા, એલન મસ્ક આઠમાં ક્રમે, સ્ટીવ બાલ્મર નવમા સ્થાને અને લૈરી પૈજ દસમા ક્રમે છે

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution