લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, જાન્યુઆરી 2026 |
2178
અમદાવાદ, અમદાવાદ પ્લેન ક્રેશના પીડિતોને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિજનોના ખાતામાં ૧-૧ કરોડ રૂપિયા જેટલી રકમ આવ્યાની માહિતી સામે આવી છે. જેના પરથી એવો દાવો કરવામાં આવ્યો છે કે અમદાવાદ પ્લેન ક્રેશ પીડિતોને વળતર મળવાનું શરૂ થઇ ગયું છે. જાેકે આ મામલે રિપોર્ટમાં એવો પણ દાવો કરાયો છે કે એર ઈન્ડિયાને પણ ૧૧૨૫ કરોડ રૂપિયા જેટલી રકમ મળી હોવાની ચર્ચા છે. અમદાવાદ-લંડન ગેટવિક ફ્લાઇટ એર ઇન્ડિયા દ્વારા બોઇંગ ૭૮૭ ડ્રીમલાઇનરનો ઉપયોગ કરીને સંચાલિત હતી, તે અમદાવાદમાં ઉડાન ભર્યાના થોડા જ સમયમાં ક્રેશ થઈ ગઈ હતી, જેમાં ૨૪૧ મુસાફરો સહિત ૨૬૦ લોકો મૃત્યુ પામ્યા હતા. વિમાન સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. ત્યારે હવે વૈશ્વિક રિઇન્શ્યોરર્સ અને ભારતીય જનરલ વીમા કંપનીઓએ ૧૨ જૂનના રોજ અમદાવાદમાં થયેલા ડ્રીમલાઇનર દુર્ઘટનામાં હલ અને એન્જિનના નુકસાન માટે વીમા દાવા તરીકે એર ઇન્ડિયાને લગભગ રૂ. ૧,૧૨૫ કરોડ ચૂકવ્યા છે. તેમણે અકસ્માતમાં મૃત્યુ પામેલા મુસાફરોના સંબંધીઓને વળતર તરીકે ઇં૨૫ મિલિયન (રૂ. ૨૨૫ કરોડ) આપવાની પ્રક્રિયા પણ પૂર્ણ કરી છે.