ઈસરોર્ના અવકાશયાત્રીઓને નાસા ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટર મોકલશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, જુન 2024  |   3861

નવી દિલ્હી: ભારત અને અમેરિકા અંતરિક્ષ ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે ઘણા પગલાં લેવા જઈ રહ્યા છે. નાસાના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સને હાલમાં કહ્યું છે કે, અમેરિકન સ્પેસ એજન્સી ૈંજીઇર્ંના એક અવકાશયાત્રીને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ૈંજીજી)માં રહેવાની તાલીમ આપીને ત્યાં મોકલવામાં આવશે. ક્રિટિકલ એન્ડ એડવાન્સ ટેક્નોલોજી (ૈઝ્રઈ્‌)ને પ્રોત્સાહન આપવા માટે ભારત અને અમેરિકા સાથે મળીને આગળ વધશે. તેમણે વધુમાં કહ્યું કે, ગયા વર્ષે અમે ભારત ગયા હતા. ભારત અને અમેરિકા માનવતાના ભલા માટે સાથે મળીને કામ કરવા તૈયાર છે.

બિલ નેલ્સને કહ્યું કે, “અમે અવકાશના ક્ષેત્રમાં સાથે મળીને કામ કરીશું અને ૈંજીઇર્ં તરફથી એક અવકાશયાત્રીને ૈંજીજી પર જવા, ત્યાં રહેવા અને પાછા ફરવાની તાલીમ આપવામાં આવશે. આ ભવિષ્યમાં અવકાશ વિજ્ઞાનને આગળ વધારવામાં મદદ કરશે.” તેણે આ વાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર કહી છે. ઉલ્લેખનીય છે કે, નેલ્સને આ વાત ભારતના સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને તેમના સમકક્ષ જેક સુલિવન વચ્ચેની બેઠક બાદ કહી હતી. સુલિવને સોમવારે કહ્યું હતું કે, ૈંજીઇર્ં અવકાશયાત્રીઓને અદ્યતન તાલીમ આપવામાં આવશે.

બિલ નેલ્સને વધુમાં કહ્યું કે, નાસા ભારતીય અવકાશયાત્રીઓ સાથે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં સંયુક્ત મિશન કરશે. મહત્ત્વપૂર્ણ છે કે, બંને નેશનલ સિક્યોરીટી એડવાઇઝર (દ્ગજીછ)એ સ્પેસ ફ્લાઈટ સહયોગ અને વ્યૂહાત્મક માળખાના વિકાસ માટે વાતચીત કરી હતી. દ્ગછજીછ અને ૈંજીઇર્ંના અવકાશયાત્રીઓનો આ પ્રથમ સંયુક્ત પ્રયાસ હશે.

શક્ય છે કે, ભારતીય અવકાશયાત્રીઓ આ વર્ષના અંત સુધીમાં ૈંજીજી માટે ઉડાન ભરી શકે છે. શક્ય છે કે, ૈંજીઇર્ં ચાર અવકાશયાત્રીઓને તાલીમ માટે પસંદ કરે. દ્ગછજીછ અને ૈંજીઇર્ં મળીને ૈંજીઇર્ં સિન્થેટિક એપરચર રડાર એટલે કે દ્ગૈંજીછઇ લોન્ચ કરવા જઈ રહ્યા છે. આ મિશન ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવામાં મદદરૂપ થઈ શકે છે. તે દર ૧૨ દિવસમાં બે વાર પૃથ્વીનો નકશો બનાવશે. જેક સુલિવાન અને દ્ગજીજી અજીત ડોભાલ વચ્ચેની વાતચીત બાદ આ જાહેરાત કરવામાં આવી છે.

આ ઉપગ્રહ નાસા અને ઈસરોએ સંયુક્ત રીતે તૈયાર કર્યો છે.ઉલ્લેખનીય છે કે, નેલ્સને આ વાત ભારતના સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને તેમના સમકક્ષ જેક સુલિવન વચ્ચેની બેઠક બાદ કહી હતી. સુલિવને સોમવારે કહ્યું હતું કે, ૈંજીઇર્ં અવકાશયાત્રીઓને અદ્યતન તાલીમ આપવામાં આવશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution