કોલકાતા-

બુધવારે સવારે પશ્ચિમ બંગાળના કોલકાતામાં ભાજપના સાંસદ અર્જુન સિંહના ઘરે ત્રણ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. આ ઘટનાને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખરે પ્રકાશમાં લાવી હતી. તેમણે આ વિસ્ફોટોને 'ચિંતાજનક' ગણાવ્યા હતા. જો કે વિસ્ફોટ બાદ રાજકારણ ગરમાયુ છે, ભાજપે આ ઘટના માટે તૃણમૂલ કોંગ્રેસને જવાબદાર ગણાવી છે.

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખરે ટ્વિટ કરીને લખ્યુ કે, આજે સવારે સંસદ સભ્ય અર્જુન સિંહના નિવાસસ્થાનની બહાર બોમ્બ વિસ્ફોટ થયા તે ચિંતાજનક છે. પશ્ચિમ બંગાળની પોલીસ પાસે આ અંગે ત્વરિત કાર્યવાહીની અપેક્ષા છે. ઉપરાંત લખ્યુ કે, પશ્ચિમ બંગાળમાં સુરક્ષાને લઈને આ ઘટના ચિંતાજનક છે. શ્વિમ બંગાળના સાંસદ અર્જુન સિંહના નિવાસ સ્થાન પર બુધવારે વહેલી સવારે બાઇક પર આવેલા ત્રણ શખ્સોએ બોમ્બ ફેંક્યા હતા. સિંહે આ હુમલા વિશે જણાવ્યુ હતુ કે 'એક મહિના પહેલા રાજ્યપાલને પત્ર લખીને મારા પર હુમલાની આશંકા વ્યક્ત કરી હતી.' ઉપરાંત જણાવ્યુ હતુ કે, હું ચૂંટણી સંબંધિત કામ માટે દિલ્હી આવ્યો હતો કારણ કે મને ભવાનીપુર પેટા ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે.'