સુરેન્દ્રનગર-

સુરેન્દ્રનગર, લીંબડી, ધ્રાંધગ્રા ખાતેની સબ જેલોમાં સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરી પ્રતિબંધીત ચિજવસ્તુ મળી આવ્યે કાયદેસરની કાર્યવાહી કરવા ડી.એમ. ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલસીબી સુરેન્દ્રનગરને સુચના આપેલ હતી. જે અંગે એલસીબી પો.ઇન્સ. ડી.એમ. ઢોલ ની આગેવાનીમાં એલસીબી ટીમ, પેરોલ ફર્લો સ્કોડ તથા ટેકનીકલ સેલ તથા લીંબડી સબ જેલના જેલર તથા જેલ સ્ટાફ તથા જેલ પીકેટના સ્ટાફની સાથે લીંબડી સબ જેલમાં સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવતા લીંબડી સબ જેલના કુલ પ બેરેક પૈકી બેરેક નં 3 ના ધાબા ઉપરથી બીનવારસી સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન 1, ટાયગર છાપ બીડીની જુડી નંગ પ તથા બાગબાન તમાકુના મસાલા નંગ 10 તથા તુલશી માચીસ નંગ 3 મળી આવેલ.સ તેમજ જેલ બેરેક બહાર ખુલ્લા કમ્પાઉન્ડમાં માતાજીના મંદિર પાસે લીંબડાના ઝાડના થડના અંદર બખોલ (પોલાણ) માંથી એક સેમસંગ કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી આવતા તમામ મુદામાલ જેલ પ્રીમાઇસીસમાં પ્રતિબંધીત હોય જેથી ગુન્હા કામે કબ્જે કરી અજાણ્યા ઇસમો વિરૂધ્ધ લીંબડી પો.સ્ટે. માં જેલ પ્રીઝન એકટ હેઠળ ગુન્હો રજી. કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.