લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, જાન્યુઆરી 2026 |
3366
ભાવનગર ભાવનગર જિલ્લાના બગદાણાના પૂર્વ સરપંચ અને કોળી સમાજના અગ્રણી નવનીત બાલધિયા પર થયેલા હુમલાના કેસમાં તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. આ કેસમાં રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરને ફરી એકવાર પૂછપરછ માટે તેડું મોકલવામાં આવ્યું હતું. આજે (૨૪મી જાન્યુઆરી) સમન્સને પગલે જયરાજ આહીર ભાવનગર રેન્જ આઈજીની કચેરીએ હાજર થયો હતો. જાેકે, જયરાજ આહીરની પૂછપરછ બાદ તેની ધરપકડ કરાઈ છે.બગદાણાના કોળી અગ્રણી પર થયેલા હુમલાની કડીઓ મેળવવા માટે ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. અગાઉ પણ જયરાજ આહીરની પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારે આજે ફરીથી તેને રેન્જ આઈજીની કચેરીમાં બોલાવવા આવ્યો હતો. પૂછપરછ દરમિયાન આ હુમલાની ઘટનામાં સંડોવાયેલો હોવાના પૂરતા પુરાવાઓને ધ્યાને લઈ આજે જયરાજ આહીરની આ ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આઈજી કચેરીની બહાર પોલીસનો ચુસ્ત કાફલો તહેનાત કરી દેવામાં આવ્યો હતો. કચેરીએ હાજર થતા પહેલા જયરાજે જણાવ્યું હતું કે, ‘મને ન્યાયતંત્ર અને કાયદા પર પૂરો ભરોસો છે. તપાસમાં જ્યારે પણ મારી જરૂર પડશે ત્યારે હું સંપૂર્ણ સહયોગ આપીશ. કાયદાકીય જે પણ ર્નિણય આવશે તે મને શિરોમાન્ય રહેશે.’ બગદાણા હુમલા કેસમાં અત્યારસુધીમાં નાજુ કામળિયા, રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વિરેન્દ્ર પરમાર, સતીશ વનાળિયા, ભાવેશ સેલાળા, વીરુ સઈડા, પંકજ મેરની ધરપકડ કરવામાં આવી હતી. ટીમની તપાસમાં પ્રથમ કાન કામલિયા, સંજય ચાવડા અને દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોંલંકીની ધરપકડ કરી લેવામાં આવી છે.