લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, ડિસેમ્બર 2025 |
6435
નવી દિલ્હી,ભારતના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ક્રાંતિને વેગ આપવાના પીએમ મોદીના પ્રયાસોને મોટી સફળતા મળી છે. ટેકનોલોજી જાયન્ટ માઇક્રોસોફ્ટે ભારતના એઆઇ-પ્રથમ ભવિષ્યને મજબૂત બનાવવા માટે દેશમાં ૧૭.૫ બિલિયન ડોલર (આશરે ૧,૪૫,૦૦૦ કરોડ)નું જંગી રોકાણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની એઆઇ તક પર પ્રેરણાદાયી વાતચીત બદલ આભાર. દેશની મહત્વાકાંક્ષાઓને ટેકો આપવા માટ, માઇક્રોસોફ્ટ ૧૭.૫ બિલિયન ડોલરનું રોકાણ કરી રહ્યું છે - જે એશિયામાં આપણું અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ છે - જેથી જરૂરી માળખાગત સુવિધાઓ, કુશળતા અને સાર્વભૌમ ક્ષમતાઓનું નિર્માણ કરવામાં મદદ મળી શકે. માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ જાહેરાત કરી, જેમાં પીએમ નરેન્દ્ર મોદીનો આભાર માન્યો. તેમણે લખ્યું, ભારતની એઆઇ તક વિશે અમારી સાથે વાત કરવા બદલ પ્રધાનમંત્રી મોદીનો આભાર. દેશની મહત્વાકાંક્ષાઓને ટેકો આપવા માટે માઈક્રોસોફ્ટ ૧૭.૫ બિલિયન ડોલરના રોકાણ માટે પ્રતિબદ્ધ છે, જે એશિયામાં અમારુંંં અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ છે, જે ભારતના એઆઇ-પ્રથમ ભવિષ્ય માટે જરૂરી માળખાગત સુવિધાઓ અને કૌશલ્યો બનાવવામાં મદદ કરશે.
આ રોકાણ મુખ્યત્વે દેશની એઆઇ અને ક્લાઉડ કમ્પ્યુટિંગ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે અત્યાધુનિક ડેટા સેન્ટરો અને ટેકનોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તે એઆઇ યુગ માટે ભારતીય પ્રતિભા તૈયાર કરવા માટે તાલીમ અને કૌશલ્ય કાર્યક્રમો માટે પણ ભંડોળ પૂરુંં પાડશે. માઇક્રોસોફ્ટ દ્વારા આ મહત્વપૂર્ણ રોકાણને વૈશ્વિક એઆઇ નકશા પર ભારતને એક મુખ્ય શક્તિ તરીકે સ્થાપિત કરવા તરફ એક મોટું પગલું માનવામાં આવે છે. વડા પ્રધાન મોદીના ડિજિટલ ઇન્ડિયા અને આર્ત્મનિભર ભારત પહેલને પણ મજબૂત બનાવશે.