દિલ્હી-

રાજકોટ માં આવેલ એક આયુર્વેદિક ફાર્માસ્યુટિકલ કંપની ને, કોરોના વાયરસનો ઇલાજ કરવાનો દાવા કરવો ભારે પડ્યો છે. આયુષ મંત્રાલયે તેના આ ભ્રામક દાવા પર કાર્યવાહી કરતા, કંપનીને કારણદર્શક નોટિસ ફટકારી છે. કંપનીએ દાવો કર્યો છે કે " આયુધ એડવાન્સ નામનુ તેમનુ ઉત્પાદન, રેમડેસિવીર કરતા ત્રણ ગણું વધુ સારું છે. ઉપરાંત, કોરોના નિવારણ રસી, પણ આ દવા સામે નિષ્ફળ છે. જ્યાં રસી ની અસર સમાપ્ત થાય છે, ત્યાં આયુધ એડવાન્સ નું કામ શરુ થાય છે. " આયુષ મંત્રાલયના ફાર્માસ્યુટિકલ પોલિસી વિભાગે, ગુજરાતની આયુર્વેદિક લાઇસન્સિંગ ઓથોરિટીને આ પ્રકારના ભ્રામક દાવા કરતી કંપની સામે, કડક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે. આયુષ મંત્રાલયના ડ્રગ નીતિ વિભાગના નાયબ સલાહકાર, એસ.આર.ચિંતા દ્વારા,18 એપ્રિલના રોજ પત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં મેસર્સ શુક્લા અશરઇંપેક્સ પ્રાઈવેટ લિમિટેડ રાજકોટ સામે, તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવા જણાવ્યુ છે.