જેટકોની ભરતીમાં જામનગર સર્કલમાં ગરબડ પકડાતાં ૪૦ એપ્રેન્ટીસ કર્મીને ઘર ભેગા કરાયા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, ડિસેમ્બર 2025  |   જામનગર   |   3762

એક કર્મી સસ્પેન્ડ

ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન (જેટકો) ફરી એક વખત ભરતી વિવાદના કારણે ચર્ચામાં આવી છે. જામનગરમાં એપ્રેન્ટીસ લાઈનમેનની ભરતી પ્રક્રિયામાં ગંભીર અનિયમિતતાઓ સામે આવતાં મોટું કૌભાંડ બહાર આવ્યું છે. આ કૌભાંડના પગલે નિયુકત કરાયેલા ૧૦૨ એપ્રેન્ટીસ લાઈનમે પૈકી ૪૦ જણને ત્વરીત અસરથી ટર્મીનેટ કરાયા છે અને ભરતીનો પોર્ટફોલીયો સંભાળનાર કર્મચારીને સસ્પેન્ડ કરી તેમની બદલી કરી નાંખવામાં આવી છે જેના પગલે વીજ કંપનીમાં ખળભળાટ મચી ગયો છે.જેટકોના સૂત્રોએ જણાવ્યૂ હુતં કે, જેટકો દ્વારા જામનગર વર્તુળમાં એપ્રેન્ટીસ લાઈનમેન માટે કુલ ૧૦૨ ઉમેદવારોની ભરતી કરવામાં આવી હતી. પરંતુ આંતરિક તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ ભરતીમાં અંદાજે ૪૦ ઉમેદવારોની પસંદગીમાં ગેરરીતિ થઈ છે. ઉમેદવારોના લેખિત પરીક્ષા અને મેરિટના માસમાં હેરફેર કરીને અયોગ્ય ઉમેદવારોને લાભ અપાયો હોવાનું સામે આવ્યું છે. આ કૌભાંડ પ્રકાશમાં આવતાં જ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસ બાદ જેટકોએ વિવાદાસ્પદભરતીમાંથી ૧૦૨ પૈકી ૪૦ એપ્રેન્ટીસ લાઈનમેનને તાત્કાલિક છુટા કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ ભરતી પ્રક્રિયામાં ગડબડ કરનાર સંબંધિત કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો હોવાનું અધિકૃત રીતે જાહેર કરવામાં આવ્યું છે. જેટકોના અધિકારીઓએ જણાવ્યું કે પારદર્શિતા અને ન્યાયસંગત પ્રક્રિયા જાળવવા માટે આ પગલું જરૂરી હતું.એચ.પી. કુવાડ (રાજકોટ ઝોનલ સેક્રેટરી, ગીતા યુનિયન) દ્વારા જણાવાયું હતું કે,આ પ્રકરણમાં મજાની વાત તો એ છે કે, ખોટી રીતે ૪૦ જણાંની પસંદગી કરવામાં આવી હતી તેવું તપાસમાં બહાર આવતાં તેમને ઘેર મોકલી દેવામાં આવ્યા છે અને યોગ્ય અને ઉચીત ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે, પણ છેલ્લા ત્રણ માસ દરમિયાન ૪૦ જણાંને ચુકવાયેલી રકમ લાખો રૂ પિયામાં છે તો તે હવે હાલ તો કંપનીએ ભોગવવાનો વારો આવ્યો છે.પુરા રાજકોટ ઝોનની તપાસ થવી જોઈએ. સંડોવાયેલા તમામ સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution