14, એપ્રીલ 2023
1485 |
ગાંધીનગર, રાજયમાં આગામી તા. ૭ મેના રોજ તલાટી કમ મંત્રીની ભરતી માટેની પ્રવેશ પરીક્ષા માટે કન્ફર્મેશન માટેની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. જે ૨૦ એપ્રિલ સુધી ચાલુ રહેશે. રાજ્ય સરકાર દ્વારા આગામી તા. ૭ મી એપ્રિલના રોજ તલાટી કમ મંત્રીની ભરતી માટેની પરીક્ષા યોજાનાર છે. જાે કે આ પરીક્ષા માટે જે ઉમેદવાર પરીક્ષા આપવાના છે કે નહીં, તે અંગેના કન્ફર્મેશન માટેની નવી પ્રક્રિયા શરૂ કરવાનો રાજ્ય સરકાર દ્વારા ર્નિણય જાહેર કરાયો છે. જેના અનુસંધાને આજથી આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ઉમેદવારના આ કન્ફર્મેશન માટે ઓજસ (ર્ંત્નછજી)ની વેબસાઇટ ઉપર કન્ફર્મેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આગામી ૨૦ એપ્રિલ સુધી સવારે ૧૧ વાગ્યા સુધી કન્ફર્મેશન (સંમતિ પત્ર) ભરી શકાશે. જેમાં ઓનલાઈન કન્ફર્મેશન આપનારા ઉમેદવારોને જ તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષામાં બેસવા દેવામાં આવશે. સરકારને પરીક્ષા કેન્દ્રો મળ્યા છે. જેટલા લોકોને પરીક્ષા આપવી છે તેટલા લોકો જ કન્ફર્મેશન આપે તેમ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળનાં ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આગામી તા. ૭ મી મેના રોજ તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવામાં આવનાર છે. આ પરીક્ષામાં બિનજરૂરી વ્યય ન થાય તે માટે ઉમેદવારોની પૂર્વ મંજૂરી લેવાનો સરકાર દ્વારા ર્નિણય લેવામાં આવ્યો છે. જેના સંદર્ભે આ પરીક્ષા માટે સંમતિ પત્ર આપનાર ઉમેદવાર જ પરીક્ષા આપી શકશે. જાે બે અરજી થઈ હોય એવા ઉમેદવારે એક અરજી માટે સંમતિ પત્ર આપવાની રહેશે. જેમાં તૈયારી કરનાર ઉમેદવાર જ કન્ફર્મેશન આપે તેવો અનુરોધ કરાયો છે.