વડોદરા, તા. ૨૯

વડોદરામાં છેલ્લા બે મહિનામાં ઝીરોએ પહોંચેલા કોરોના ના કેસો વધીને એકાએક ૨૭ થયા છે. કોરોના ની બીજી લહેરે ગંભીર સ્થિતિનું નિર્માણ કર્યુ હતુ, પરંતુ ગત મે મહિનાની ૭મી તારીખે વડોદરામાં સૌથી વધુ ૯૮૯ કેસ નોંધાયા બાદ કોરોનાના વળતા પાણી થયા હતા. એ પછી કોરોના કેસોનો ધરખમ ઘટાડો યથાવત રહ્યો હતો. તા. ૧૯ ઓક્ટોબર થી ૨૨ ઓક્ટોબર સુધી વડોદરામાં એક પણ કેસ નોંધાયો ન હતો. જાે કે ૨૩ ઓકટોબરે વડોદરામાં કોરોનાનો એક કેસ નોંધાયો હતો, એ પછી કેસોમાં વધારો શરૂ થયો છે. ૨૪ ઓક્ટોબરે બીજાે કેસ મળ્યો હતો અને ૩૧ ઓક્ટોબર સુધીમાં ૬ કેસ થઇ ગયા હતા. જાે કે તારીખ ૯ ડિસેમ્બરે કોરોના બે આંકડા પર પહોંચી ગયો હતો. અને શહેરમાં ૧૨ કેસ

નોંધાયા હતા.

તારીખ ૭મી મેના રોજ સૌથી વધુ ૯૮૯ કેસ નોંધાયા ત્યારે ૧૦૫૨૧ ટેસ્ટ કરવામાં આવેલા હતા . કોર્પોરેશનના હેલ્થ બુલેટિન માં છેલ્લે ૧૮મી જૂને વડોદરામાં કોરોના થી એકનું મૃત્યુ થયું હોવાનું દર્શાવ્યું હતું .એ સમયે કોરોના થી મૃત્યુઆંક ૬૨૩ હતો, ત્યારથી અત્યાર સુધી કોરોના ને લીધે કોઈ મૃત્યુ થયું નથી. જૂની કોઈ બીમારી ધરાવનાર કોરોના ના દર્દી નું મૃત્યુ થયું હોય તો તેનો સમાવેશ સત્તાવાર મૃત્યુઆંકમાં કરવામાં આવતો નથી. તાજેતરમાં કોરોના ના એક બે દર્દીના મૃત્યુ થયા છે, પરંતુ તેમનો રિપોર્ટ હજુ પેન્ડિંગ છે. દરમિયાન કોર્પોરેશનના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર હાલ સ્થિતિ કંઈ ગંભીર જણાતી નથી, પરંતુ લોકોએ તકેદારી રાખવી પડશે.આમ એકાએક કોરોનાના કેસોમાં વધારા સાથે આજે ૨૭ કેસ નોંધાતા આરોગ્ય તંત્રએ પણ કામગીરી વધુ સધન બનાવી છે.

ઓમિક્રોનના ભરડામાં કોરોનાનો વિસ્ફોટ થતાં તંત્રમાં હલચલ મચી

વડોદરા, તા. ૨૯

વડોદરામાં છેલ્લા બે મહિનામાં ઝીરોએ પહોંચેલા કોરોના ના કેસો વધીને એકાએક ૨૭ થયા છે. કોરોના ની બીજી લહેરે ગંભીર સ્થિતિનું નિર્માણ કર્યુ હતુ, પરંતુ ગત મે મહિનાની ૭મી તારીખે વડોદરામાં સૌથી વધુ ૯૮૯ કેસ નોંધાયા બાદ કોરોનાના વળતા પાણી થયા હતા. એ પછી કોરોના કેસોનો ધરખમ ઘટાડો યથાવત રહ્યો હતો. તા. ૧૯ ઓક્ટોબર થી ૨૨ ઓક્ટોબર સુધી વડોદરામાં એક પણ કેસ નોંધાયો ન હતો. જાે કે ૨૩ ઓકટોબરે વડોદરામાં કોરોનાનો એક કેસ નોંધાયો હતો, એ પછી કેસોમાં વધારો શરૂ થયો છે. ૨૪ ઓક્ટોબરે બીજાે કેસ મળ્યો હતો અને ૩૧ ઓક્ટોબર સુધીમાં ૬ કેસ થઇ ગયા હતા. જાે કે તારીખ ૯ ડિસેમ્બરે કોરોના બે આંકડા પર પહોંચી ગયો હતો. અને શહેરમાં ૧૨ કેસ નોંધાયા હતા .તારીખ ૭મી મેના રોજ સૌથી વધુ ૯૮૯ કેસ નોંધાયા ત્યારે ૧૦૫૨૧ ટેસ્ટ કરવામાં આવેલા હતા . કોર્પોરેશનના હેલ્થ બુલેટિન માં છેલ્લે ૧૮મી જૂને વડોદરામાં કોરોના થી એકનું મૃત્યુ થયું હોવાનું દર્શાવ્યું હતું .એ સમયે કોરોના થી મૃત્યુઆંક ૬૨૩ હતો, ત્યારથી અત્યાર સુધી કોરોના ને લીધે કોઈ મૃત્યુ થયું નથી. જૂની કોઈ બીમારી ધરાવનાર કોરોના ના દર્દી નું મૃત્યુ થયું હોય તો તેનો સમાવેશ સત્તાવાર મૃત્યુઆંકમાં કરવામાં આવતો નથી. તાજેતરમાં કોરોના ના એક બે દર્દીના મૃત્યુ થયા છે, પરંતુ તેમનો રિપોર્ટ હજુ પેન્ડિંગ છે. દરમિયાન કોર્પોરેશનના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર હાલ સ્થિતિ કંઈ ગંભીર જણાતી નથી, પરંતુ લોકોએ તકેદારી રાખવી પડશે.આમ એકાએક કોરોનાના કેસોમાં વધારા સાથે આજે ૨૭ કેસ નોંધાતા આરોગ્ય તંત્રએ પણ કામગીરી વધુ સધન

બનાવી છે.