રાજકોટ-

રાજકોટમાં મહાનગર પાલિકાની આગામી ચૂંટણી અનુસંધાને અત્યારથી તંત્ર દ્વારા જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે.જેના અનુસંધાને જવાબદારીની વહેંચણી કરવામાં આવી રહી છે. જે અન્વયે પંચ દ્વારા ખાસ મહેકમ મંજૂર કરવામાં આવતા પડધરી સહિત રાજકોટ જિલ્લાના છ નાયબ મામલતદારોને આ મહેકમના હવાલે મૂકવામાં આવ્યા છે રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને આ અંગેના હુકમો કરી દીધા છે. અને નિમણૂકવાળી નવી જગ્યાએ તાત્કાલિક અસરથી જવાબદારી સંભાળી લેવા આદેશ કર્યો છે. આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટ ખાતે ગ્રામ્ય પ્રાંત અધિકારીની કચેરીમાં ફરજ બજાવતા અને એટીવીટી પડધરીની કામગીરી સાથે જોડાયેલા આર.કે કાલીયાને મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1 થી 3 ની જવાબદારી સોંપવામાં આવી છે. રાજકોટ શહેર પશ્ચિમ ઝોન મામલતદાર કચેરીના એસ.કે. ઉંધાડને વોર્ડ નંબર ચાર થી છ રાજકોટ શહેર પ્રાંત અધિકારી ઝોન 2 મા ફરજ બજાવતા કે એમ ઝાલા ને વોર્ડ નંબર 7 થી 9 પુરવઠા ઇન્સ્પેક્ટર એસ.એચ. હાંસલિયા ને વોર્ડ નંબર 10 થી 12 પ્રાંત કચેરીના નાયબ મામલતદાર એચ.ડી.દુલેરાને વોર્ડ નંબર 13 થી 15 અને પ્રાંત અધિકારી ઝોન 2 કચેરીના એમ.એ જાડેજાને વોર્ડ નંબર 16 થી 18 ની જવાબદારી સોંપવામાં આવી છે.