23, જુન 2025
અમદાવાદ |
3267 |
ગુજરાત વિધાનસભાની બે બેઠકો પરની પેટાચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પદ પરથી રાજીનામુ આપી દેતા રાજકીયો મોરચે ખળભળાટ મચી ગયો હતો. કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખની વરણી ના થાય ત્યાં સુધી કાર્યકારી પ્રમુખ તરીકે દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારને પક્ષની ધૂરા સંભાળવાનો આદેશ થયો છે.
કડી અને વિસાદર વિધાનસભાની પેટા ચુંટણીમાં કોંગ્રેસની કારમી હારની જવાબદારી પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલે સહર્ષ સ્વિકારી છે. તેમણે પ્રદેશ પ્રમુખના પદ પરથી રાજીનામુ આપ્યા બાદ જણાવ્યુ હતુ કે, હું કોંગ્રેસ પાર્ટીનો સિપાહી છું. આજે કડી અને વિસાવદરમાં અમને સફળતા મળી નથી.
મને સતત મદદ કરવા બદલ કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષ મલ્લીકાર્જૂન ખડગે, રાહુલ ગાંધી, વેણુગોપાલ અને મુકુલ વાસનીકનો આભાર વ્યક્ત કરુ છું. કોંગ્રેસના નેતા રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીએ આપેલુ માર્ગદર્શન મારે માટે સૌથી મોટા આશીર્વાદ છે. પેટાચૂંટણીમાં કોંગ્રેસના પરાજયની નૈતિક જવાબદારી સ્વીકારીને મેં પદ પરથી રાજીનામુ આપ્યુ છે. હું હંમેશા કોંગ્રેસના કાર્યકર તરીકે કામ કરતો રહીશ.
શક્તિસિંહ ગોહિલે રાજીનામાં બાદ કહ્યું, છે કે 'હું કોંગ્રેસ પાર્ટીનો સિપાહી છું, આજે કડી અને વિસાવદરમાં અમને સફળતા નથી મળી. મને સતત મદદ કરવા માટે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે, રાહુલ ગાંધી, વેણુગોપાલ અને મુકુલ વાસનીકનો આભાર વ્યક્ત કરું છું. રાજીવજી અને સોનિયાજીએ આપેલું માર્ગદર્શન મારા માટે સૌથી મોટા આશીર્વાદ છે.
પેટાચૂંટણીમાં પરાજયની નૈતિક જવાબદારી સ્વીકારી મેં ગણતરીના કલાકોમાં જ કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. હું હંમેશા કોંગ્રેસના કાર્યકર તરીકે કામ કરતો રહીશ.'