ગુજરાતમાં 9 IASની એક સાથે બદલી: જાણો કોને મળ્યું કયું પદ, જાણો વધુ

ગાંધીનગર-

ગુજરાતના 9 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ગુજરાત અત્યારે કોરોના વાયરસના સંકટથી પસાર થઈ રહ્યું છે ત્યાં ગુજરાતના 9 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં બે જિલ્લાઓને નવા કલેકટર મળ્યા છે. IAS એ.એમ.શર્મા હવે ડાંગ જિલ્લાના કલેકટર તરીકે ફરજ બજાવશે જ્યારે સાબરકાંઠા જિલ્લાને પણ નવા કલેકટર મળ્યા છે. IAS એચ.કે.કોયાને સાબરકાંઠાના કલેકટર તરીકે જવાબદારી આપવામાં આવી છે.

ઉત્તર ગુજરાતના સાબરકાંઠા-હિંમતનગરના કલેકટરની વધારાની જવાબદારી અત્યાર સુધી ડૉ. રાજેન્દ્રકુમાર પટેલ નિભાવી રહ્યા હતા જેમના સ્થાને હવે કલેકટર તરીકે એચ કે કોયા જવાબદારી સંભાળશે. એચકે કોયા હાલમાં સુરત જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ નિભાવી રહ્યા હતા. આ સિવાય AM શર્માને ડાંગ જિલ્લાના કલેટર તરીકે જવાબદારી આપવામાં આવી છે, આ પદની જવાબદારી અત્યારે હરજીભાઈ એડિશનલ ચાર્જ તરીકે નિભાવી રહ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતુ કે, આ સાથે જ રાજ્યના સાત IAS અધિકારીઓને વિવિધ જગ્યાઓ પર DDOની જવાબદારી આપી છે. જેમાં ડી.એસ.ગઢવીને સુરતના DDO, કે.એલ.બચાણીને ખેડાના DDO, ડી.ડી.કાપડિયાને વ્યારાના DDO, કે.ડી.લાખાણીની મહિસાગરના DDO તરીકે કરાઇ બદલી કરાઇ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution