06, જુલાઈ 2025
બોડેલી |
1782 |
બોડેલીના અલીપુરા એમ,ડી,આઇ સ્કૂલ ખત્રી વિદ્યાલય વિસ્તારમાં રસ્તાની કફોડી જાેવા મળી રહી છે બોડેલીના અલીપુરા વિસ્તારમાં એસ.ટી. ડેપો પાસેના રસ્તા પર કીચડ અને પાણી ભરાવા જેવી ભયાનક સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક રહીશો અને શાળાના વિદ્યાર્થીઓને ભારે સામનો કરવાનો વારો આવ્યો છે.છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના અલીપુરા એસ.ટી. ડેપો પાસેથી સ્ડ્ઢૈં શાળા તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલ ફતેનગર, ચાચક અને ગોકુલ એસ્ટેટ જેવા વિસ્તારોના નાગરિકો કીચડ અને પાણી ભરાઈ જવાના જીવનથી ત્રાહીમામ પોકારી ઊઠ્યા છે. બોડેલી અલીપુરા ખત્રી વિદ્યાલય જવાના રસ્તા પર આસરે એક મહિના અગાઉ અહીં ગટર લાઇનનું કામ શરુ થયું હતું અને ત્યારબાદ નવા રોડ નું નિર્માણ કરવાનુ હતુ પરંતુ વરસાદ શરૂ થઈ જવાના કારણે કામ અધૂરુ રહી ગયુ અને સ્થિતિ વધુ વણસી ઠેર ઠેર કાદવ અને ગટરના પાણી ભરાતા રાહદારીઓને અત્યંત મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે આ સમસ્યા રાહત મળે તે માટે ગ્રામ પંચાયત દ્વારા ભારે વાહનો અટકાવવા લોખંડની એન્ગલ લગાવવામાં આવી હતી. પણ કોઈ કોઈક વ્યક્તિ દ્વારા એંગલ ને તોડી નાખવામાં આવી છે જેને લઇ ગ્રામ પંચાયતે આ ઘટના અંગે કાર્યવાહી કરવા સ્થાનિક પોલીસ મથકે લેખિત રજૂઆત પણ કરી છે. સ્ડ્ઢૈં શાળાએ પણ ગ્રામ પંચાયતના પદાધિકારીઓ સમક્ષ રજૂઆત કરી છે કે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે રસ્તાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે અને હાલ સમારકામ તાત્કાલિક કરવામા આવે..
બોડેલીના અલીપુરા એમ,ડી,આઇ સ્કૂલ ખત્રી વિદ્યાલય વિસ્તારમાં રસ્તાની કફોડી જાેવા મળી રહી છે બોડેલીના અલીપુરા વિસ્તારમાં એસ.ટી. ડેપો પાસેના રસ્તા પર કીચડ અને પાણી ભરાવા જેવી ભયાનક સ્થિતિ સર્જાઈ છે