વડોદરા, તા.૧૨

શહેર નજીક વરણામા ખાતે આવેલી કેપીજી યુનિવર્સિટમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલમાં સુરક્ષા નો અભાવ, પ્રાથમિક સુવિધાઓનો અભાવ લઈને ભારે હોબાળો મચાવ્યો હતો. અને યુનિ. સત્તાધીશો સામે તેમના પ્રશ્નો ને લઇને ભારે સુત્રોચ્ચાર કરી આક્રોશ ઠાલાવ્યો હતો. વિદ્યાર્થીનીઓનાં ઉગ્ર આંદોલનના પગલે યુનિવર્સિટીના સત્તાધીશોએ દોડધામ કરી મુકી હતી. અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. આંદોલનકારી વિદ્યાર્થીનીઓએ એ યુનિ.નાં મેનેજમેન્ટ સામે ગંભીર આરોપો કર્યા હતા. વિદ્યાર્થીનીઓએ આક્રોશ અને નારાજગી સાથે જણાવ્યુ હતુ કે યુનિ. એ ગર્લ્સ હોસ્ટેલનું સંચાલન એક ખાંનગી સંસ્થાને સોપ્યું છે. અને આ સંસ્થા દ્વારા જે રીતે હોસ્ટેલનું સંચાલન કરવામાં આવે છે. તેના કારણે હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હોસ્ટેલમાં રહેતી ધારા પટેલ સહિત વિદ્યાર્થીનીઓએ જણાવ્યુ હતુ કે ગર્લ્સ હોસ્ટેલમાં પ્રવેશ લેનારાની સંખ્યા બોયઝ હોસ્ટેલમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા કરતા વધારે છે. અને એટલા માટે સંસ્થા દ્વારા ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓને બોયઝ હોસ્ટેલમાં ખસેડવાનો ર્નિણય લેવાયો હતો. આ નિર્ણય પ્રમાણે આજે વિદ્યાર્થિનીઓ પેકીંગ કરી ને સામાન પણ શીફટ કરવાની તૈયારીઓ કરી લેવામાં આવી હતી.અને ત્યાંજ ખાંનગી સંસ્થાનાં સંચાલકોએ તેમનો નિર્ણય બદલી અચાનક જ વિદ્યાર્થિનીઓને ગર્લ્સ હોસ્ટેલમાં સામાન પાછો મુકવા માટે કહેવામાં આવતા અમે મુશકેલીમાં મુકાઇ ગયા હતા. અને આ કારણે વિદ્યાર્થીનીઓમાં ભારે નારાજગી સાથે આક્રોશ બહાર આવ્યો હતો. હોસ્ટેલની વિદ્યાર્થીનીઓએ વધુમાં જણાવ્યુ હતુ કે હોસ્ટેલમાં ૧૭૬થી વધુ વિદ્યાર્થીનીઓ રહે છે.ગર્લ્સ હોસ્ટેલનુ સંચાલન સ્ટેન્ઝા નામની ખાંનગી સંસ્થાને સોપવામાં આવ્યુ છે આ સંસ્થા હોસ્ટેલના સંચાલન માટે યોગ્ય નથી તેવા આરોપ વિદ્યાર્થીનીઓએ લગાવ્યા હતા. જયારથી આ સંસ્થાને હોસ્ટેલનું સંચાલન આપવામાં આવ્યુ છે ત્યારથી અમારી મુશકેલીઓ વધી ગઈ છે.વિદ્યાર્થિનીઓ પાસે એક લાખથી વધુ રૂપિયા ફી પેટે લેવામાં આવે છે.પરંતુ હોસ્ટેલમાં જમવાની ગુણવત્તા સામે અનેક સવાલો છે. જમવાના ઠેકાણા નથી હોતા.જમવામાંથી ઇયળો પણ નીકળે છે . જયાં રસોડામાં રસોઇ તૈયાર કરવામાં આવે છે ત્યાં ભોજન ખુલ્લુ રાખવામાં આવે છે. હોસ્ટેલમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે, પીવાના પાંણીની સુવિધા પણ નથી . વોશ બેસિનજર્જરીત હાલતમાં છે. પૂરતા સાફ સફાઈ થતી નથી. જે ખાંનગી સંસ્થા હોસ્ટેલનો વહીવટ કરે છે તેને માત્ર ફી ઉધરાવવા માજ રસ છે. અમારી વાંરવારની રજુઆત બાદ પણ અમારી હાલાકીઓ અંગે કોઇ ગંભીરતા લેવામાં આવતી નથી. અને અમે સૌ વિદ્યાર્થીનીઓ અનેક મુશકેલીઓ સાથે હોસ્ટેલમાં નાછુટકે રહી રહ્યા છે.

વિદ્યાર્થિનીઓની સુરક્ષાનો અભાવ - પુરુષ કર્મચારીઓની રૂમમાં અવરજવર

વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલ સંચાલકો સામે ચોંકવનારા આરોપ લગાડતા કહ્યુ હતુ કે હોસ્ટેલના અમારા રૂમના દરવાજાઓ તુટેલા છે. દરવાજાઓને લોક પણ નથી અને હોસ્ટેલમાં પુરૂષ કર્મચારીઓની સંખ્યા વધારે છે. તેઓ અમારા રૂમમા બે રોકટોક પ્રવેશ કરે છે. અમારા માતા- પિતાને પણ હોસ્ટેલ રૂમમા આવવાની પરવાનગી નથી તો પુરૂષ કર્મચારીઓને કેવી રીતે પ્રવેશ આપવામાં આવે છે. હોસ્ટેલની મેસમાં માત્ર પુરુષ કર્મચારીઓ છે.સિક્યુરીટી સ્ટાફમાં પણ પુરુષો જ છે અને તેઓ હોસ્ટેલની અંદર પણ અવર જવર કરતા હોય છે. આ સંવેદનશીલ અને ગંભીર મામલો છે અમે હોસ્ટેલ અને યુનિ. મેનેજમેન્ટને આ અંગે પણ રજુઆત કરી છે.પરંતુ તેઓ અમારી મુશકેલીઓ ને ગંભીરતાથી લેતા નથી.

કેજીપી યુનિવર્સિટી મેનેજમેન્ટનો લૂલો બચાવ

યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલના સંચાલનમાં ગેરવહીવટને લઇને યુનિ. સત્તાધીશોએ લુલો બચાવ કર્યો હતો. હોસ્ટેલનુ સંચાલન કરતી ખાંનગી સંસ્થાને બદલવામાં આવે તેવી અમારી માંગણી છે. ત્યારે બીજી તરફ યુનિવર્સિટી સત્તાધીશો વતી યોગેશ પટેલ નામના વ્યકતિએ જણાવ્યુ હતુ કે હોસ્ટેલનું સંચાલન કરતી ખાંનગી એજન્સી અંગે અમને ફરીયાદો મળી છે. અમે યોગ્ય કાર્યવાહી કરીશુ, અને સંસ્થા સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને વિદ્યાર્થિનીઓની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.