11, જુલાઈ 2020
990 |
અરવલ્લી /શામળાજી, તા.૧૦
સુમિત કુમાર ભુપતભાઇ વણઝારા નામ નો નાપડા ગામ નો આ બાળક ગઈ કાલથી ગુમ થયેલ હતો જેની શોધખોળ આસપાસ ના ગામમાં તેમજ ઘરો અને સગાસંબંધીઓ અને તેના મિત્રો ના ઘરે કરવા છતાં કોઈ વાવડ નહિ મળતાં અંતે શામળાજી પોલીસ સ્ટેશન ને પણ જાણ કરેલ હતી
. શામળાજી પાસે આવેલ નાપડા ખાલસા ગામમાં ગઈ કાલે સવારે ગામમાં બાળકો ભેગા થઈ ને રમતાં હતાં ત્યારે બપોરનો સમય થયો છતાં બાળક ધરે ના આવતાં તેના માતા-પિતા એ ગામમાં તપાસ હાથ ધરી હતી તે છતાં આ બાળક ની ભાડ.મળી નહોંતી ગામજનો ભેગા મળીને આજુબાજુ નાં સમગ્ર વિસ્તારમાં તપાસ કરી તે છતાં બાળક ન મળતાં ગામજનો ભેગા થ ઈ નેં બાળક ગુમ થયાની જાણ શામળાજી પોલીસ ને કરતા પોલીસ પણ દોડતી થઇ હતી બાળક ની શોધખોળ કરી હતી આજરોજ સવારે નાપડા ખાલસા ગામમાં આવેલ તળાવમાં લાશ તરતી હતી ગામજનો ભેગા થઈ તળાવ પાસે જઈને જોયું તો ગુમ થયેલ સુમિત ભોપત વણઝારા ઉ વપૅ ૦૯ મરણ ગયેલ હાલતમાં તળાવ માં થી મળી આવેલ હતો શામળાજી પોલીસે ધટના સ્થળે જઈને તપાસ હાથ ધરી લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે શામળાજી સી એસ સી ખાતે લાવીને પી એમ કરાવેલ હતું. વધુ તપાસ શામળાજી પોલીસ ચલાવી રહેલ છે.