કાબુલ-
અમેરિકી સેનાની વતન વાપસીના ૧૫ દિવસ બાદ સમગ્ર અફઘાનિસ્તાન તાલિબાનના હાથમાં સમાઈ ગયું. હાલ તાલિબાનનો અફઘાનિસ્તાનની રાજધાની સહિત મોટાભાગના પ્રાંત પર કબજાે છે. ૭૫ હજારથી વધુ તાલિબાની આતંકીઓની સામે જે રીતે અફઘાન સેનાના ૩ લાખ સૈનિકોએ જંગ કર્યા વગર જ હથિયાર હેઠા મૂક્યા તે જાેઈને આખી દુનિયા ચકિત છે. એક્સપર્ટનું માનવું છે કે ફક્ત ૧૦ દિવસમાં અફઘાનિસ્તાનના ૨૭ પ્રાંતો પર કબજાે કરનારા તાલિબાનના આતંકીઓએ અફઘાન સેના તરફથી વધુ ફાઈટ ઝેલવી પડી નહતી અને તેનું મોટું કારણ અફઘાન સેનાના બજેટમાં સરકારી ભ્રષ્ટાચાર રહ્યો.
ભારતમાં એક જાણીતી કહેવત છે, ભૂખ્યા પેટે ભજન ન થાય એટલે કે ભૂખી વ્યક્તિમાં ભગવાનનું ભજન કરવાની પણ હિંમત રહેતી નથી. બરાબર એ જ રીતે અફઘાનિસ્તાનથી વર્ષ ૨૦૨૦માં આવેલા એક રિપોર્ટે સમગ્ર દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. ફ્રાન્સની એક ખાનગી મેગેઝીનના તે સમયના રિપોર્ટ મુજબ અફઘાનિસ્તાનમાં સૈનિકોને સારી રીતે ૩ ટાઈમનું ભોજન સુદ્ધા મળતું નહતું. અનેક વર્ષોથી તાલિબાનના ગઢ બનેલા કંધાર પ્રાંતમાં તૈનાત સૈનિકોને દિવસભર ખાવા માટે ફક્ત ૫ રોટલી અને થોડું શાક મળતું હતું. જ્યારે સૈનિકોના સ્વાસ્થ્ય પર થતો ખર્ચો કાગળો પર તો ઢગલો હતો. ભોજન ઉપરાંત અફઘાન સૈનિકોને ફાટેલા જૂતા અને ફાટેલી વર્દી મળતા હતા જેમાં તેઓ ભીષણ ઠંડીનો સામનો કરતા હતા. અફઘાનિસ્તાનના સૈનિકોની આ સમસ્યાઓને અનેકવાર અફઘાનિસ્તાનના રાજનેતાઓએ જાહેર મંચ પર ઉઠાવી હતી. સપ્ટેમ્બર ૨૦૧૭માં અફઘાનિસ્તાનના ઘોર પ્રાંતના કમાન્ડર જનરલ જિયાજિદ્દીને આ મુદ્દાને ઉઠાવતા જણાવ્યું હતું કે તેમના સૈનિકોને મે ૨૦૧૭થી બરાબર ૩ ટાઈમ જમવાનું પણ મળતું નથી. પરંતુ સૈનિકોને યોગ્ય રીતે ભોજન આપવાની જગ્યાએ અફઘાનિસ્તાન સરકાર ઢાંકપિછાડો કરવામાં લાગી ગઈ અને જનરલ જિયાજિદ્દીન જેવા કમાન્ડરની વાત દબાવી દેવાઈ. અફઘાનિસ્તાનમાં સૈનિકોને ઠીકથી ખાવાનું ન મળવાના સમાચારોની જ્યારે અફઘાનમાં રહેલા પત્રકારોએ તપાસ ચલાવી તો સ્થાનિક કોન્ટ્રાક્ટર સેનાના કમાન્ડરોને લાંચના દમ પર કે પછી ડરાવી ધમકાવીને ખાવાના કોન્ટ્રાક્ટ મેળવતા હતા. ત્યારબાદ ખરાબ ક્વોલિટીનું ભોજન અફઘાન સૈનિકોને આપીને ખુબ નફો રળતા હતા. આ કાળા પૈસાની વહેંચણી કોન્ટ્રાક્ટરોનથી લઈને સેનાના કમાન્ડરો વચ્ચે થતી હતી.
Loading ...