ભારતીય હોકી ટીમે ગ્રેટ બ્રિટનને હરાવી સેમીફાઈનલમાં જાેરદાર એન્ટ્રી કરી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, ઓગ્સ્ટ 2024  |   1584


પેરિસ  :પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમ સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. ક્વાર્ટર ફાઈનલ મેચમાં ભારતે બ્રિટનને પેનલ્ટી શૂટઆઉટમાં ૪-૨થી હરાવ્યું હતું. ફુલ ટાઈમ મેચમાં બંને ટીમનો સ્કોર ૧-૧ થી બરાબર હતો. ભારતે શૂટઆઉટમાં સતત ૪ ગોલ કર્યા હતા. બ્રિટિશ ટીમ માત્ર બે ગોલ કરી શકી હતી. ભારતીય ગોલકીપર શ્રીજેસ જીતનો હીરો રહ્યો હતો જેણે ૨ ગોલ બચાવ્યા હતા.ચાલી હતી. મેચની ૨૨મી મિનિટે સુકાની હરમનપ્રીત સિંહે ભારતને ૧-૦ની સરસાઈ અપાવી હતી. પેરિસ ઓલિમ્પિકમાં આ તેનો ૭મો ગોલ છે. આ પહેલા પ્રથમ ક્વાર્ટરમાં કોઈપણ ટીમ ગોલ કરી શકી ન હતી. ૨૭મી મિનિટે બ્રિટનના લી મોર્ટને ગોલ કરીને સ્કોર બરોબરી કરી દીધો હતો. બીજા ક્વાર્ટરના અંત સુધીમાં બંને ટીમો ૧-૧થી બરાબરી પર છે. મેચની ૨૨મી મિનિટે કેપ્ટન હરમનપ્રીત સિંહે ભારતને ૧-૦ની સરસાઈ અપાવી હતી. પેરિસ ઓલિમ્પિકમાં આ તેનો ૭મો ગોલ છે. આ પહેલા પ્રથમ ક્વાર્ટરમાં કોઈપણ ટીમ ગોલ કરી શકી ન હતી. ૨૭મી મિનિટે બ્રિટનના લી મોર્ટને ગોલ કરીને સ્કોર બરોબરી કરી દીધો હતો.

પ્રથમ ક્વાર્ટરમાં ભારત અને ગ્રેટ બ્રિટન બંનેને ૩-૩ પેનલ્ટી કોર્નર મળ્યા હતા. ભારત માટે ગોલકીપર શ્રીજેશે શાનદાર રીતે બે શાનદાર બચાવ કર્યા, જ્યારે અમિત રોહિતદાસે પેનલ્ટી કોર્નર બચાવ્યો. ભારતીય કેપ્ટન હરમનપ્રીત પેનલ્ટી કોર્નર દરમિયાન યોગ્ય રીતે શોટ ફટકારી શકયો ન હતો. ભારત પાસે ૫૨ વર્ષ બાદ આ ઈતિહાસનું પુનરાવર્તન કરવાની તક છે. આ પહેલાં ભારતીય ટીમ ૧૯૬૮ અને ૧૯૭૨ ઓલિમ્પિકની સેમિફાઈનલમાં પહોંચી હતી. ત્યારે ટીમે ૧૯૮૦માં સેમિફાઈનલ રમીને ગોલ્ડ પણ જીત્યો હતો, પરંતુ આ પછી ટીમ ૨૦૨૦ ટોકિયો ઓલિમ્પિકમાં સેમિફાઈનલ રમી હતી.આ મેચમાં ભારતીય ચાહકોની નજર કેપ્ટન હરમનપ્રીત સિંહ પર રહેશે. તેણે અત્યાર સુધીમાં ૬ ગોલ કર્યા છે. તે હાલમાં પેરિસ ઓલિમ્પિકમાં સૌથી વધુ ગોલ કરનાર બીજા ક્રમે છે. ભારતે ૧૯૮૦માં ૪૧ વર્ષ બાદ ટોકિયો ઓલિમ્પિકમાં પ્રથમ વખત પોડિયમમાં સ્થાન મેળવ્યું હતું. ભારતીય હોકી ટીમે આઠ ગોલ્ડ સહિત ૧૨ ઓલિમ્પિક મેડલ જીત્યા છે. અગાઉ ઓલિમ્પિક ગેમ્સમાં ભારત અને બ્રિટન ટોકિયો-૨૦૨૦ની ક્વાર્ટર ફાઈનલમાં ટકરાયા હતા. ત્યારે મનપ્રીત સિંહની આગેવાની હેઠળની ભારતીય ટીમે ૩-૧થી જીત મેળવી હતી.

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution