05, સપ્ટેમ્બર 2024
495 |
અમદાવાદ શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી માટે સીએનસીડી વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવે છે. ઢોર પકડવા માટેની કામગીરીના અપડેટ અને માહિતી માટે બનાવેલા વ્હોટ્સએપ ગ્રુપમાંથી કયા વિસ્તારમાં ઢોર પકડવા ટીમ ક્યારે જશે અને ક્યાં જશે, તે અંગેની તમામ માહિતી પશુપાલકો સુધી પહોંચાડવામાં આવતી હોવાની ફરિયાદ પૂર્વ વિસ્તારને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરે કરી છે. સ્ક્રીનશોટથી લઈને અધિકારીઓના પરિવાર સુધીની માહિતી પશુપાલકો સુધી જતી હોવાની માહિતી મ્યુનિસિપલ કમિશનરને મળતા તેઓએ તાત્કાલિક ધોરણે આ મામલે વિજિલન્સ તપાસના આદેશ આપ્યા છે. વિજિલન્સ વિભાગના અધિકારીઓએ વ્હોટ્સએપમાં રહેલા મેસેજ કેવી રીતે પશુપાલક સુધી તેની તપાસ કરવાની જગ્યાએ ઉલટા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની પૂછપરછ કરી તેમની પાસે જવાબ માંગ્યા છે. આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને લેટર મોકલી જવાબ માંગવામાં આવતા જેના પગલે વિજિલન્સની કામગીરી સામે પણ સવાલ છે. ઢોર પકડવાની જવાબદારીમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોને જવાબદારી સોંપાય છે, ત્યારે તેઓ દ્વારા કામગીરી કરવામાં આવે છે. પરંતુ વ્હોટ્સએપ ગ્રુપમાં રહેલા કેટલાક સીએનસીડી વિભાગના અધિકારીઓને કર્મચારીઓ દ્વારા માહિતી પહોંચાડવામાં આવતી હોવાનું અધિકારીઓ શક્યતા વ્યક્ત કરી રહ્યા છે. મ્યુનિસિપલ કમિશનરે રખડતા ઢોર પકડવાની કડક કામગીરીના આદેશ બાદ દરેક ઝોનમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોની સાથે સીએનસીડી વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓનું એક વ્હોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે. જેમાં ઢોર પકડવાની કામગીરી અંગેનું તમામ અપડેટ મૂકવામાં આવે છે. વ્હોટ્સએપ ગ્રુપમાં જે માહિતી મૂકવામાં આવે છે અને ઢોર પકડવા જાય તેની પહેલાં જ તમામ માહિતી પશુપાલકો સુધી મળી જતી હોવાની જાણકારી પૂર્વ વિસ્તારના એક આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરના ધ્યાને આવી હતી. જ્યારે ઢોર પકડવા જાય તેની પહેલા જ પશુ માલિકો ત્યાં પહોંચી જાય છે અને ગાડીની જાેડે જાેડે ફરતા હોય છે. આવી માહિતી મળતાની સાથે તેઓએ મ્યુનિસિપલ કમિશનરને ફરિયાદ કરી હતી.મ્યુનિસિપલ કમિશનર આ બાબતને ગંભીરતાથી લઈને વિજિલન્સ વિભાગને આ જાણકારી કેવી રીતે પશુ માલિકો સુધી પહોંચે છે અને માહિતી ક્યાં કેવી રીતે કોણ લીક કરે છે, તે અંગેની તપાસ કરવા માટેની સૂચના આપી હતી. જાેકે, વિજિલન્સ વિભાગના અધિકારીઓએ વ્હોટ્સએપ ગ્રુપમાં રહેલા તમામ લોકોની પૂછપરછ અને જાણકારી મેળવવાની જગ્યાએ ફરિયાદ કરનાર આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને સવાલો માટેનો લેટર મોકલી આપ્યો હતો. રખડતા ઢોર પકડવા જવાની માહિતી લીક થાય અને તેની પહેલા જ્યારે કોઈ પશુપાલક ત્યાં પહોંચી જાય અને વાહનની આગળ ચાલે તો તેની સામે ફરિયાદ કરવાની હોય છે અને ખોટા પાડી પોલીસમાં જાણ કરવાની હોય છે. છતાં પણ આવી કોઈ કામગીરી થતી નથી.