અમદાવાદ-

અમદાવાદ ગ્રામ્યમાં 6 મહિના પહેલા યોજાયેલી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સાણંદના પીપણ ગામની બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા થયા હતા. પરંતુ આ ઉમેદવાર પોતાની જીત જોવે એ પહેલા જ તેમનું કુદરતી મૃત્યુ થયું હતું. જોકે આ મામલે હરીફ ઉમેદવારે પોતાને વિજેતા જાહેર કરવા માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં આજે હાઈકોર્ટે આ અરજી ફગાવી દીધી છે અને કહ્યું છે કે વિજેતા ઉમેદવારનું મૃત્યુ થાય તો હરીફ ઉમેદવાર વિજેતા બને તેવો કાયદો નથી ચૂંટણી પંચે પેટા ચૂંટણી યોજવી જોઈએ તેવો પણ નિર્દેશ કોર્ટે કર્યો છે.

અમદાવાદમા થોડા મહિના પહેલા જીલા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં સાણંદની બેઠક પરથી લીલાબેન ઠાકોર જે અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોધાવી હતી.પરંતુ પરિણામના આગળના દિવસે જ લીલાબેન ઠાકોરનું મૃત્યુ થયું હતું. લીલા બેન ઠાકોર પરિણામના દિવસે વિજેતા જાહેર થતાં હરીફ ઉમેદવારે હાઇકોર્ટમાં પિટિશન કરી હતી કે લીલા બેન બાદ તેમણે જ વધુ વોટ મળ્યા છે જેથી તેઓ ને વિજેતા ઉમેદવાર જાહેર કરવામાં આવે. પરંતુ આ બાબતે આજે હાઈકોર્ટે આ અરજી ફગાવી દીધી હતી અને ચૂંટણી પંચ ને પેટા ચૂંટણી યોજવા નિર્દેશ કર્યા છે.

કોર્ટે કહ્યું હતું કે જે ઉમેદવારો પરિણામ પહેલા મૃત્યુ પામ્યા છે અને તેમણે વોટ મળ્યા છે તેને તો નજર અંદાજ કરી શકાય નહીં. આ બાબતમાં એક જ રસ્તો નિકડે છે કે આગામી સમયમાં પેટા ચૂંટણી યોજવામાં આવે. જોકે લીલા બહેન એક એક્ટિવ સામાજિક કાર્યકર હતા અને તેમણે અગાઉ બી જે પી પાર્ટી પાસે થી ટિકિટ પણ માગી હતી જોકે તેમણે ટિકિટ નહીં મળતા તેઓએ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા.