શિયાળામાં ખરતા વાળ અને ખોડાની સમસ્યાને દૂર કરશે આ ઘરેલુ ઉપચાર....
30, નવેમ્બર 2020 2772   |  

લોકસત્તા ડેસ્ક 

શિયાળાની સિઝન શરૂ થઇ ગઇ છે. તેથી આ સમયમાં વાળ ખરવાની અને ખોડાની સમસ્યા પણ શરૂ થઇ ગઇ છે. તેથી જ જો તમે તમારા વાળની ઘરે જ કેર કરવાં માંગો છો તો તમારા શેમ્પુમાં એક વસ્તુ ઉમેરી દો તમારી સમસ્યાનું નિરાકરણ આવી જશે. એટલું જ નહીં વાળમાંથી ખોડો દૂર થશે. ખરતા વાળ અટકશે અને સાથે સાથે વાળ સુંદર, મુલાયમ અને ચમકદાર બનશે. તો આવો જોઇએ કેવી રીતે શેમ્પુમાં આ વસ્તુ ઉમેરવાથી ખરતા વાળીની સમસ્યા સહિતની દૂર કરી શકો છો.

ખોડાની સમસ્યા- શિયાળામાં વાળમાં ખોડાની સમસ્યા સતાવતી રહેતી હોય છે. આવાં સમયમાં જો તમારે ખોડાથી છૂટકારો મેળવવો હોય તો શેમ્પુમાં 2 ચમચી લીંબુનો રસ મિક્સ કરીને માથમાં લગાવો. આ લીંબુ વાળા શેમ્પુ વાળમાં 3-4 મિનિટ માટે લગાવી રાખો. આમ કરવાથી વાળમાં આવતી ખંજવાળ, ખોડો અને ફંગસની સમસ્યાની છૂટકારો મળશે.

ખરતા વાળ- જો તમને હેરફોલ એટલે કે ખરતા વાળની સમસ્યા રહે છે તો તમારા રૂટિન શેમ્પુમાં લોકોએ બે ચમચી આંબળાનો રસ મિક્સ કરીને વાળ ધોવા જોઇએ. તેનાથી વાળ મજબૂત થવાની સાથે લાંબા કાળા અને ભરાવદાર થશે. આ ઉપાયને અઠવાડિયામાં બે વખત કરવો જોઇએ.

વાળમાં ચમક- શેમ્પુ બાદ જો તમારા વાળ એકદમ બરછટ થઇ જાય છે અને તમે તેમાં શાઇન લાવવાં ઇચ્છો છો તો તમે એલોવેરાનો ઉપયોગ કરો. એલોવેરા જેલ કાઢી લો અને તેને શેમ્પુ કર્યા બાદ વાળમાં લગાવી દો. તે બાદ આ જેલને સામાન્ય નવશેકા પાણીથી ધોઇ દો. તમારા વાળ ચમકદાર બનશે સાથે જ ખોડાની સમસ્યા દૂર થશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution