લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, જાન્યુઆરી 2026 |
3861
કચ્છ, કચ્છ-સૌરાષ્ટ્ર હાલ ભૂકંપની સળગતી ધરા પર બેઠું હોય તેવો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રનું એક શહેર એવું છે, જેની ધરતી સતત ભૂકંપના આંચકાથી ડચકા ખાઈ રહી છે. છેલ્લા ૧૯ દિવસમાં ઉપલેટા-મધ્યમમાં ૨૧ ભરતીકંપના આંચકા નોંધાયા છે. સૌથી વધુ ઉપલેટા, ભાયા, પોરબંદર, તાલાલા, અમરેલી, ભાવનગર પંથકમાં આંચકા આવ્યા છે. જેની તીવ્રતા ૨.૫ થી ૩.૬ સુધીની નોંધાઈ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ફોલ્ટ લાઈન સક્રિય થઇ તેના કારણે આંચકા આવી રહ્યાં છે. કચ્છમાં ૧૭ જાન્યુઆરી રાત્રે ૧:૨૨ વાગ્યે ખાવડા પાસે ભૂકંપ આવ્યો હતા. આ કારણે લોકોમાં ભય ફેલાયો હતો, પરંતુ કોઈ જાનમાલનું નુકસાન નથી થયું. છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર-કચ્છની ધરા સતત ધ્રુજી રહી છે. જે ૨૦૦૧ ના વિનાશકારી ભૂકંપની યાદ અપાવી રહી છે. ૨૦૦૧ ભૂકંપની ૨૫મી વર્ષગાંઠ પહેલાં ધરા સતતત ધ્રુજવાનું શું સંકેત અને કારણ હોઈ શકે. ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના ૭.૭ તીવ્રતાના વિનાશક ભૂકંપની યાદમાં, છેલ્લા દિવસોમાં કચ્છમાં વારંવાર હળવા આંચકા નોંધાયા છે. સૌરાષ્ટ્રમાં ૮-૯ જાન્યુઆરીએ ૨૧ આંચકા આવ્યા હતા. જે ઉપલેટા, ધોરાજી, પોરબંદર, અમરેલી વિસ્તારમાં આવ્યા છે. ૧૬-૨૪ કલાકમાં ૨૧ હળવા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા ૨.૫થી ૩.૮ છે. આ કારણે લોકો ઘરેથી બહાર નીકળ્યા હતા. છેલ્લા ૧૦ દિવસમાં ૨૫ થી વધુ આંચકા નોંધાયા છે. આનું કારણ જાણીએ તો, સૌરાષ્ટ્ર-કચ્છમાં ડિસેમ્બરથી સતત ભૂગર્ભીય હલચલ થઈ રહી છે. રાપર, ભચાઉ, ધોળાવીરા પાસે પણ આંચકા નોંધાયા છે આનું સૌથી મોટું કારણ એ છે કે, ફોલ્ટ લાઈન ફરી સક્રિય થઈ છે. જાેકે, નિષ્ણાતોના અનુસાર, હળવા આંચકાથી ગભરાવાની જરૂર નથી! નિષ્ણાતો કહે છે કે ૨-૪ તીવ્રતાના આંચકા ઊર્જા નિકાલની પ્રક્રિયા છે, પરંતુ વારંવાર આવતા લોકોમાં ફાળ પડી છે. પોરબંદર, અમરેલી, તાલાલા, ભાવનગરમાં અસર વધુ વર્તાઈ છે! છેલ્લા ૧૯ દિવસમાં આ વિસ્તારોમાં સૌથી વધુ આંચકા આવ્યા છે. જેની ઊંડાઈ ૨૦-૩૦ કિમી અને તીવ્રતા ૩.૦-૩.૬ ની છે. પરંતું કોઈ મોટું નુકસાન નથી. આઈએસઆરના ઈન્ચાર્જ ડિરેક્ટર ડો.સંતોષ કુમારે જણાવ્યું કે, રાજકોટના ઉપલેટાના લોકોને પણ રાહત થઈ છે. ઉપલેટા આસપાસના વિસ્તારમાં ભૂકંપના આંચકામાં હાલ ઘટાડો થયો છે. ઉપલેટા આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા બાબતે એક ટીમ મોકલાઈ છે. ભૂકંપના કારણો અને તેનાથી ડર ન રાખવા ગ્રામજનોને અવગત કરાયા છે.