સ્કિનની કોઈપણ સમસ્યા હોય તેના માટે તમારા રસોડામાં રહેલી એક જ વસ્તુ બધી સમસ્યાઓ દૂર કરી શકે છે. જી હાં, અમે વાત કરી રહ્યાં છે ચણાના લોટની, જેને બેસન પણ કહે છે. ચણાનો લોટ સ્કિન માટે એટલો અસરકારક છે કે, જો તમે તેનો નિયમિત ઉપયોગ કરશો તો, ખીલ-ખાડા, ડલ સ્કિન, રેશિઝ, રેડનેસ, દાણા જેવી તમામ સમસ્યાઓ ખતમ કરી શકે છે. તો જાણી લો કઈ સમસ્યામાં ચણાના લોટનો કઈ રીતે ઉપયોગ કરવો.

ડેડ સ્કિન માટે : ચણાના લોટમાં ગુલાબજળ અને દહીં મિક્સ કરીને લગાવવાથી ડેડ સ્કિન નીકળી જાય છે. તેના માટે 1 ચમચી ચણાના લોટમાં 1 ચમચી ગુલાબજળ અને 1 ચમચી દહીં મિક્સ કરીને ચહેરા પર 15 મિનિટ લગાવો અને પછી ધોઈ લો.  

કાળાશ દૂર કરવા: 2 ચમચી ચણાના લોટમાં અડધી ચમચી હળદર પાઉડર તથા 1 ચમચી નારિયેળનું તેલ મિક્સ કરીને ગરદન અને હાથ-પગની કોણી પર, પીઠ પર, ઘૂંટણ પર લગાવી 15 મિનિટ બાદ સ્ક્રબ કરતાં દૂર કરવાથી કાળા એક સપ્તાહમાં ગાયબ થઈ જશે. તમે આ ઉપાય રોજ કરી શકો છો.  

રિંકલ્સ દૂર કરવા : 1 ચમચી ચણાના લોટમાં 2 ચમચી ટમેટાંની પેસ્ટ મિક્સ કરીને લગાવવાથી રિંકલ્સથી છુટકારો મળે છે અને સ્કિન ગ્લો કરવા લાગે છે. ચહેરા પર 15 મિનિટ લગાવો અને પછી ધોઈ લો.  

સન ટેન: 1 ચમચી ચણાના લોટમાં અડધી ચમચી હળદર પાઉડર અને 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરીને લગાવવાથી સન ટેનિંગ દૂર થાય છે. ચહેરા પર 15 મિનિટ લગાવો અને પછી ધોઈ લો. 

એક્સ્ટ્રા ઓઈલ : 1 ચમચી ચણાના લોટમાં 2 ચમચી કાચું દૂધ મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી એક્સ્ટ્રા ઓઇલ રિમૂવ થાય છે. 

ખીલ-ખાડા : 1 ચમચી ચણાના લોટમાં 1 ચમચી મધ, 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરીને સપ્તાહમાં બેવાર લગાવવાથી ખીલ અને ખાડા દૂર થાય છે અને ચહેરો નિખરી ઊઠે છે. 

શાઈની સ્કિન

1 ચમચી ચણાના લોટમાં 1 ચમચી મલાઈ અને 1 લીંબુનો રસ મિક્સ કરીને લગાવવાથી સ્કિનના ડાઘ દૂર થાય છે. તેનાથી સ્કિન શાઇન કરવા લાગે છે.