23, ઓક્ટોબર 2024
અસ્મિતા માવાપુરી |
495 |
મહાન વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસન જેમનો જન્મ ૧૧ ફેબ્રુઆરીના રોજ ૧૮૪૭માં થયો હતો. અને મૃત્યુ ૧૮ ઓક્ટોબર ૧૯૩૧ના રોજ થયું હતું. તેઓ એક મહાન વૈજ્ઞાનિક હતા જેમણે વીજળીનો આવિષ્કર કર્યો હતો. તેઓ ખૂબ જ મહેનતુ માણસ હતા.
થોમસ આલ્વા એડિસનના જીવનની દરેક સફળતાનો શ્રેય તેમની માતાને જ જાય છે. કારણ કે જ્યારે તેઓ નાના હતા ત્યારે તેમને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. તેઓ ભણતરમાં બિલકુલ ધ્યાન આપતા નહોતા. તેથી તેમના શિક્ષકે એક ચિઠ્ઠી લખીને તેમની માતાને આપવા કહ્યું હતું. અને શિક્ષકના કહ્યા મુજબ થોમસે એવું કર્યું હતું. ઘરે પહોંચી તેમને એ ચિઠ્ઠી પોતાની માતાને સોંપી. ચિઠ્ઠીમાં લખેલા શબ્દો વાંચી માતાની આંખોમાંથી તો અશ્રુની ધારા વહેવા લાગી હતી. માતાના આંસુ જાેઈને થોમસે એમને પૂછ્યું ત્યારે માતાએ જવાબ આપ્યો હતો કે, “આ ચિઠ્ઠીમાં એવું લખ્યું છે કે, તમારો દીકરો બહુ જ સમજદાર છે. તમારા જીનિયસ દીકરાના પ્રમાણમાં અમારી શાળામાં એવા નિષ્ણાત શિક્ષકો નથી કે જે તમારા બાળકને ભણાવી શકે.”
પોતાની વાત પૂરી કરી માતાએ એ કાગળ એક બોક્ષમાં મૂકી દીધું હતું. અને એ દિવસથી તેની માતાએ જાતે તેણે ભણવાનું શરૂ કર્યું હતું. અને તેને ક્યારેય તેની કમજાેરીનો અહેસાસ તક થવા ન દીધો હતો.
માતાની પાસે ભણીને અને માતાના હકારાત્મક વિચારોથી થોમસ એક વૈજ્ઞાનિક બની ગયા હતા. ત્યારબાદ માતાનું મૃત્યુ થયું હતું. માતાના મૃત્યુ બાદ તેઓ એક દિવસ માતાના રૂમમાં ગયા હતા. અને ઘણા સામાન વચ્ચે એમને એક બોક્ષ દેખાયું હતું જેમાં તેમની માતાએ થોમસને શાળાએથી મળેલી ચિઠ્ઠી સાચવીને મૂકી હતી. એમને એ ચિઠ્ઠી હાથમાં લીધી અને વાંચવાનું શરૂ કર્યું. ચિઠ્ઠી વાંચતા જ તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. ત્યારે તેઓ ખૂબ જ રડ્યા હતા. ત્યારે તેમને શાળામાંથી કાઢી મૂક્યા હતા તેનું મૂળ કારણ ખબર પડ્યું હતું. તે ચિઠ્ઠીમાં લખ્યું હતુ કે તમારો દીકરો માનસિક રીતે કમજાેર છે એટલે શાળામાં પ્રવેશ આપી શકીએ નહીં.
તેમણે પોતાના પુસ્તકમાં પણ તેમને આ વાતનો ઉલ્લેખ કર્યો જ છે કે, તેઓ પોતે એક માનસિક કમજાેર બાળક હતા. જેમણે પોતાની માતાએ ભણાવીને મહાન વૈજ્ઞાનિક બનાવ્યા હતા.
થોમસ આલ્વા એડિસનના જીવનના આ પ્રસંગ પરથી હું દરેક માતા-પિતાને એક જ વાત કહીશ કે, દરેક માતા-પિતાએ પોતાના બાળકને ક્યારેય એવા શબ્દો ન કહેવા જાેઈએ જેથી બાળકનો મનોબળ અને આત્મવિશ્વાસ તૂટે. બાળક પોતાને નબળું માણવા લાગે. હંમેશા બાળકોને એવા જ શબ્દો કહેવા જેથી બાળકનો વિકાસ થાય. જેથી એમના આત્મવિશ્વાસમાં વધારો થાય.
દરેક માતા - પિતાએ પોતાના બાળકના વખાણ કરવા જાેઈએ. હંમેશા તેના સારા કાર્ય કરવા પર તેણે શાબાશી આપવી જાેઈએ. જેથી તે આગળ વધુ સારા કાર્યો કરવા માટે પ્રેરાય.