23, જુન 2025
સાબરકાંઠા |
2871 |
સાબરકાંઠાના પ્રાંતિજમાં ખાનગી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ખતરનાક અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ મુસાફરોના મોત નીપજ્યા હતા જ્યારે સાત જણાને ઈજા પહોંચતા તેઓને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માત એટલો જબરદસ્ત હતો કે, બસનો કેટલોક ભાગ ચગદાઈ ગયો હતો. જેને કારણે અંદર ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે પતરા કાપવાની ફરજ પડી હતી. મુંબઈથી રાજસ્થાન જતી ખાનગી લક્ઝરી બસને અકસ્માત સર્જાયો હતો.
જેમાં ત્રણ જણાના મોત થયા હતા. મૃતકોની લાશોને બહાર કાઢવા માટે કલાકો સુધી મહેનત કરવી પડી હતી. બસના પતરાને કાપીને લાશો બહાર કાઢવામાં આવી હતી. આ બનાવ અંગે સ્થાનિક પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચીને દુર્ઘટનામાં ઘાયલોની સારવાર શરૂ કરાવી છે.