તિબેટ-
કોરોના બાબતે સામાન્ય માણસમાં વિશ્વાસ વધે એ માટે નેતાઓએ દેશભરમાં રસી મૂકાવવાનું અભિયાન ચાલુ કર્યું છે તો ક્યાંક વિદેશી ધર્મગુરૂઓ પણ પાછળ રહેતા નથી. તિબેટીયન ધર્મગુરૂ દલાઈ લામાએ રસી મૂકાવીને પોતાના અનુયાયીઓ માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું કે, કોરોના સામે રસીથી સુરક્ષિત થવું એ વ્યક્તિગત જ નહીં પણ સાર્વજનિક જવાબદારીનો પણ એક ભાગ છે.
તિબેટીયન બૌદ્ધ ધર્મ દલાઈ લામાએ હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં પ્રથમ કોરોના રસી રજૂ કરી હતી. અહીંની ઝોનલ હોસ્પિટલમાં રસી લગાવાયા બાદ દલાઈ લામાએ ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓનો આભાર માન્યો હતો. તેમણે સામાન્ય લોકોને રસી અપાવવાની અપીલ પણ કરી હતી.