/
વડોદરા શહેરના આ વિસ્તારમાં વેક્સિનનો સ્ટોક ખૂટી જતા હોબાળો: લોકો ઘરે પરત ફર્યા

વડોદરા-

વડોદરા શહેરના માંજલપુર ખાતે આવેલા લિટલ ફ્લાવર સ્કુલ ખાતેના કોરોના રસીકરણ કેન્દ્ર ખાતે રસીકરણ માટે સવારથી જ લાંબી લાંબી કતારોમાં લોકો ઉભા રહી પોતાના રસી માટે રાહ જોતા હતા. પરંતુ તે દરમિયાન સ્ટાફ દ્વારા કોવેક્સિનનો સ્લોટ જે પચાસ અન-રજીસ્ટર્ડ માટે તથા પચાસ રજીસ્ટ્રેશન કરાવેલા લોકો માટે કેન્દ્ર ખાતે આપવામાં આવ્યો હતો. તે સ્લોટ પૂરો થયો હોવાનું જણાવતા પોતાના કામધંધા નોકરી,ઘરકામ છોડી સવારથી લાઇનમાં ઉભેલા લોકો ભડક્યા હતા અને તંત્રની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. સવારના 11 વાગ્યાથી અહીં ઉભા છે. વેક્સિનનો બીજો ડોઝ લેવા આવ્યો છે.કલાક સુધી લાઈનમાં ઉભા રહ્યા ત્યાર બાદ ના પાડવામાં આવી કે નહીં મળે. જેણે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.તે વ્યક્તિઓને જ મળશે. તંત્રની ઘણી બેદરકારી કહેવાય. ખોટી જાહેરાતો ના કરવી જોઈએ. તંત્રની બેદરકારીને સામા આવી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution