ગાંધીનગર-

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં  ધારાસભ્યો માટે નવું સદસ્ય નિવાસ સંકુલ બનાવવાના પ્રસ્તાવને મંજૂરી અપાશે. ધારાસભ્યોને તેમના મત વિસ્તાર માટે અપાતી 1.5 કરોડની વાર્ષિક ગ્રાન્ટ ફરી શરૂ કરાશે એવો પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગાંધીનગર-કોબા-એરપોર્ટ રોડ પર રાજસ્થાન સર્કલ પર 136 કરોડના ખર્ચે કેબલ સ્ટેડ બ્રિજ અને રક્ષા શક્તિ સર્કલ પર 50 કરોડના ખર્ચે ફ્લાયઓવરનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના 41 શહેરોમાં ૬૦૦૦થી વધુ સીસીટીવી કેમેરા લગાવવા માટે 90 કરોડ અને ઈ ગુજકોપ પ્રોજેક્ટ માટે છત્રીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર માં મેટ્રો લાઈટ- મેટ્રો નિઓ જેવી નવી મેટ્રો સેવા માટે સરકારનું આયોજન. અમદાવાદ, ગાંધીનગર, સુરત મેટ્રો રેલ માટે રૂ 568 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી.