ભારત - ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૦ સમાચાર
-
ટીમ ઈન્ડિયાના ફેન છો...જૂઓ રીષભ પંતે શું કહ્યું
- 24, જાન્યુઆરી 2021 12:09 PM
- 8178 comments
- 3402 Views
દિલ્હી-દર વખતની જેમ આ વખતે પણ રીષભ પંતે દિલ્હી પહોંચતાની સાથે જ બીજા ખેલાડીઓને મદદનું કામ પહેલા કર્યું હતું. સોનેટ સ્ટેડિયમ ખાતે જઈને જરૂરતમંદ હોય એવા ત્રણ ખેલાડીઓને ક્રિકેટની બેઝિક કીટ તેણે આપી હતી. રીષભ પંત થોડો સમયમાં પોતાનો આત્મવિશ્વાસ વધારવામાં સફળ રહ્યો છે, એટલું જ નહીં પણ નિષ્ફળતામાંથી શીખ્યો છે. ચાહકો અને પસંદગીકારોની અપેક્ષાઓ પર કેવી રીતે ખરા ઉતરવું એ હવે પંત શીખી ગયો છે. ભારતીય ટીમને જીત માટે ફિનિશિંગ લાઈન સુધી પહોંચાડવામાં તેને ઘણો આનંદ આવે છે. એક ઈન્ટર્વ્યુમાં પંતે કહ્યું હતું કે, શનિવારે તેને લાગ્યું હતું કે, 328નો સ્કોર ચેઝ કરી શકાય એવો હતો. યાદ રહે કે, 2019ના વર્લ્ડકપ સેમીફાઈનલમાં રીષભ પંત આઉટ થઈ ગયો હતો અને તેને આજે પણ એ ઘડી ઘણી ક્ષોભજનક લાગે છે. મને ખબર નહોતી કે મારી જીંદગીમાં ક્યારેક ભારત વતી જીતવાનું નસીબ હશે કે કેમ. ભલે એક ખાસ કેચ હોય કે પછી મેચ-વિનિંગ 20 રનની ઈનિંગ હોય, પણ મેચ જીતવા માટે એ ખૂબ જ નિર્ણાયક પૂરવાર થઈ શકે છે, એમ પંત કહે છે. તે કાયમ આવી પળ તેની જીંદગીમાં આવે તેની રાહ જોતો હતો. પંત કહે છે કે, ઓસ્ટ્રેલિયા સામે મેચને હારવાને બદલે જીતવાનો ઓપ્શન જ મને સારો લાગતો હતો. તેથી જ ડ્રો-નો વિકલ્પ પણ મેં વિચાર્યો નહોતો. છેવટે આ ભારત માટે જીતવાની વાત હતી, અને તેની તોલે જીવનનો કોઈ આનંદ હોઈ શકે નહીં એમ તેણે કહ્યું હતું. જ્યારે વોશિંગ્ટન સુંદર સાથે તે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તેમણે નક્કી કર્યું હતું કે, વોશિંગ્ટન એક છેડો સાચવી રાખે અને પંત ફટકાબાજી કરે. ક્રિકેટ ચાહકો રીષભમાં ધોનીના ગુણ જૂએ છે અને તેની જગ્યાએ હવે પોતે ફિનિશરનો રોલ કરી શકે એ બાબતે પંત કહે છે કે, હું પહેલેથી જ પોતાની ટીમ જીતે એ માટે રમ્યો છું. મારા પોતાના રન કરવાને બદલે હું હંમેશા એ બાબત મગજમાં રાખું છું કે, ટીમની જીત જરૂરી છે. તેથી જ તેણે શોટ્સ પસંદ કરવામાં ખાસ કાળજી રાખી હતી. લોકડાઉન પહેલાં પંત ખુબ જ ચિંતાગ્રસ્ત હતો અને તેથી લોકડાઉન દરમિયાન તેને માનસિક રીતે મજબૂત થવાનો સમય મળ્યો હતો.નવા ક્રિકેટરોને પંત સલાહ આપે છે કે, પોતાની ક્રિકેટ માટે વિચારવું ખોટું નથી પણ વધારે પડતા વિચારો કરવાથી માનસિક સંતુલન ખોરવાય છે. તેના બદલે સભાન રહેવું જરૂરી છે. પોતે ખુશ રહીને આસપાસના ખેલાડીઓ માટે પ્રેરણા બનવું જોઈએ એમ તે યુવાન ખેલાડીઓને સલાહ આપે છે.વધુ વાંચો -
હાલમાં ફોર્મમાં ચાલી રહેલા આ ખેલાડીએ ખરીદી મોંઘી કાર
- 23, જાન્યુઆરી 2021 10:48 AM
- 4198 comments
- 7166 Views
નવી દિલ્હીઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝમાં સર્વાધિક વિકેટ પોતાના નામે મેળવનાર મહંમદ સિરાજના પ્રદર્શનની ચર્ચા ચારેય બાજુ થઇ રહી છે. બ્રિસબેનના ગાબા મેદાનમાં સિરાજ દ્રારા કરવામાં આવેલી શાનદાર બોલીંગ પણ જીત માટે મહત્વની હતી. તેની બોલીંગના દમ પર ગાબા મેદાનમાં ભારત ઓસ્ટ્રેલીયાને પ્રથમ વાર હાર આપી શકવામાં સફળ રહ્યુ હતુ. હેડ કોચ રવિ શાસ્ત્રીએ મહંમદ સિરાજને ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાનની શોધ ગણાવ્યો છે. ઓસ્ટ્ર્રેલીયાનો સફળ પ્રવાસ પુર્ણ કર્યા બાદ ઘરે પરત ફરેલા મંહમદ સિરાજએ ખુદને જ BMW કાર ગીફ્ટ કરી છે. સિરાજ એ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો સ્ટોરી પોષ્ટ કરી છે જેમાં તે એક નવી બીએમબડબ્લુ કાર સાથે છે. જેમાં સિરાજ કારને અંદર અને બહાર થી બતાવતો નજરે ચઢી રહ્યો હતો. ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન મળેલી ઐતિહાસિક જીત બાદ બીસીસીઆઇ ટીમને પાંચ કરોડ રુપિયાનુ બોનસ પણ જાહેર કર્યુ હતુ ઓસ્ટ્રેલીયા પ્રવાસ પર પહોચ્યા બાદ સિરાજના પિતાનુ નિધન થયુ હતુ. પરંતુ ઝડપી બોલર સિરાજ ભારત પરત ફરવાને બદલે ટીમની સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો. મેલબોર્નમાં રમવામાં આવેલી બીજી ટેસ્ટ મેચમાં સિરાજને ટેસ્ટ ક્રિકેટમાં પોતાનુ ડેબ્યુ કર્યુ હતુ અને બહેતરીન બોલીંગ કરી હતી. ભારત માટે ટેસ્ટ ડેબ્યુ કરવાને લઇને સિરાજ ખૂબ ભાવુક પણ થઇ ગયો હતો. સિડની ટેસ્ટમાં નેશનલ એન્થમ દરમ્યાન સિરાજની આખોથી આંસુ પણ નિકળી પડ્યા હતા. હૈદરાબાદના આ બોલરના પિતાનુ સપનુ હતુ કે, તે ભારત માટે રમે. સિરાજે ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન 13 વિકેટ ઝડપી હતી. જેમાં ગાબાના મેદાન પર બીજી ઇનીંગમાં પાંચ વિકેટ ઝડપી હતી. બ્રિસબેનમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં સિરાજે ટીમ ઇન્ડીયાના તરફ થી પેસ એટેકની આગાવાની સંભાળતા લાજવાબ પ્રદર્શન કર્યુ હતુ.વધુ વાંચો -
ટીમ ઈન્ડિયાનો કયો બેટ્સમેન રોજના 1500 શોર્ટ બોલની પ્રેક્ટીસ કરે છે, જાણો અહીં
- 22, જાન્યુઆરી 2021 09:44 AM
- 7362 comments
- 7232 Views
બ્રિસ્બેન-કાંગારૂઓની સામે ભારતે જે ઐતિહાસિક ટેસ્ટ વિજય મેળવ્યો તેને હજી સુધી ક્રિકેટ પ્રેમીઓ ભૂલ્યા નથી. પાંચમા દિવસે ખાસ કરીને ચેતેશ્વર પૂજારા અને શુભમન ગીલ જે રીતે જામી પડ્યા હતા તેનાથી ઓસ્ટ્રેલિયાના બોલરો પરેશાન હતા. ત્યાં સુધી કે હતાશ થઈને અવારનવાર બાઉન્સરો કે બોડીલાઈન બોલ નાંખીને ભારતીય જોડીને ઉખેડવા મરણીયા બન્યા હતા.મિચેલ સ્ટાર્ક અને પેટ કમિન્સ જેવા બોલરોને કંઈ કરવાનું બાકી નહોતું રાખ્યું અને કમિન્સના ફાસ્ટ બાઉન્સરે પૂજારાને 11 વાર હીટ કર્યો હતો. એકાદવાર તો એવા જ એક ફાસ્ટ બાઉન્સરે તેની હેલ્મેટના ગાર્ડને પણ છૂટું પાડી નાંખ્યું હતું.પરંતુ આવા સમયે પણ સામે છેડે શુભમન ગીલ ખૂબ જ કૂલ જણાતો હતો. જેણે વિશ્વની ટેસ્ટક્રિકેટના ઈતિહાસમાં ગાવસ્કર, વિશ્વનાથ, પટૌડી અને બોર્ડે જેવા કૂલ રહેવાના ધૂરંધર બેટ્સમેનો આપ્યા છે એવા ભારતના આ વધુ એક કૂલ બેટ્સમેને કલાકો સુધી ક્રિઝ પર ટકી રહીને ઓસ્ટ્રેલિયન બોલરોના રીતસરના ગાભા કાઢ્યા હતા. તેણે સ્ટાર્કની આવી અળવીતરી બોલિંગનો બેટથી જવાબ આપતાં મેદાનની ચારેબાજુ ફટકાબાજી કરીને એક સમયે ટેસ્ટને વન-ડેમાં ફેરવી નાંખી હતી. તેણે પૂલશોટ, હૂકશોટ, પંચશોટ અને બચી ગયા એ બેકફુટ શોટ પણ ફટકારીને ભારતને જીત નિર્ણાયક બનાવી. ખાસ કરીને મેલ્બોર્નમાં બીજી ટેસ્ટમાં પ્રવેશનાર શુભમન તેની બેકફૂટ બેટીંગ માટે વખણાય છે, જે ટેસ્ટ ક્રિકેટનું એક જમાપાસું ગણાય છે. પંચશોટમાં એ માહિર છે, સાથે જ એ બોલની લેન્થને અગાઉથી પામી જાય છે અને તેને આધારે ફૂટ મૂવ કરી શકે છે. અપરકટથી પૂલશોટ સુધીના તમામ શોટ્સની રેન્જ આ શાનદાર બેટ્સમેન પાસે છે. સવાલ એ છે કે, શુભમન આટલું સરસ બેકફૂટ બેટીંગ કરતાં શીખ્યો કઈ રીતે. વાત એમ છે કે, આ ક્રિકેટરના પિતા લખવિંદર સિંઘ ભલે ક્રિકેટ માટે જાણીતું નામ ન હોય, પણ તેમની ક્રિકેટ પ્રેક્ટીસ બાબતની સુઝ આગળ ભલભલા કોચ પાણી ભરે. શુભમન ટીનેજ બોય હતો ત્યારથી તેને પંજાબ વતી રમાડવા માટે તેના પિતા પ્રોત્સાહિત કરતા હતા. પંજાબના ફજિલ્કા જિલ્લાના ચક ખરેવાલા નામના નાનકડા ગામના વતની આ ક્રિકેટરને તેના પિતા એ જ્યારે ખાલી નવ વર્ષનો હતો ત્યારથી રોજના 1500 શોર્ટ બોલ્સ રમવા પ્રેરણા આપતા, બલકે ફરજ પાડતા હતા. આટલું ઓછું હોય એમ બોલને ચારપોય પરથી નાંખતા અને તેને બેટને બદલે એક સ્ટમ્પથી રમવા ફરજ પાડતા હતા. તેની આટલી આકરી તાલીમને પગલે આજે શુભમન એક્સપર્ટ બેટ્સમેન બની શક્યો છે.વધુ વાંચો -
સિરીઝ જીતી ઓસ્ટ્રેલિયાથી પરત ફર્યા ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ,જુઓ ફોટોઝ
- 21, જાન્યુઆરી 2021 11:41 AM
- 1185 comments
- 4088 Views
નવી દિલ્હીઃ ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની 4 મેચની સીરિઝ પર ભારતે 2-1થી કબજો કર્યો હતો. ભારતના મુખ્ય ખેલાડીઓ ઈજાગ્રસ્ત હોવા છતાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કરીને ઓસ્ટ્રેલિયાને ધૂળ ચટાડી હતી. જે બાદ આજે ભારતીય ટીમ સ્વદેશ પરત ફરી હતી. મુંબઈ એરપોર્ટ પર અજિંક્ય રહાણે, કોચ રવિ શાસ્ત્રી, ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શૉનું શાનદાર સ્વાગત કરાયું હતું. દિલ્હી એરપોર્ટ પર બ્રિસ્બેન ટેસ્ટના હિરો રિષભ પંતને આવકારવા મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો ઉપસ્થિત રહ્યા હતા.વધુ વાંચો
ફોટો
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- ભારત - ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૦
- ભારત - ઈંગ્લેન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૧
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ