આઈપીએલ ૨૦૨૦ સમાચાર

 • રમત ગમત

  આજે પંજાબ પોઇન્ટ ટેબલમાં ટોપ પર રહેલી દિલ્હી સામે ટકરાશે...

  દુબઈ  ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ રોમાંચક મુકાબલામાં જીતથી કિંગ્સ ઇલેવન પંજાબનું મનોબળ વધ્યુ હશે પરંતુ અત્યાર સુધી નિરંતર પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહેલી આ ટીમનો માર્ગ સરળ રહેશે નહીં. પંજાબની ટીમ આજે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહેલી દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. સીઝનની શરૂઆતમાં બે નજીકની મેચ ગુમાવ્યા બાદ કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ છેલ્લી બે મેચમાં જીત હાસિલ કરવામાં સફળ રહી છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિરુદ્ધ ટીમને અંતિમ બે ઓવરમાં જીત માટે માત્ર સાત રનની જરૂર હતી અને તેણે અંતિમ બોલ પહેલા મેચ પૂરી કરી દેવી જોઈએ જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ આઈપીએલની પ્રથમ ડબલ સુપર ઓવર પહેલા નિયમિત સમયમાં લોકેશ રાહુલની ટીમે જીત મેળવી લેવાની જરૂર હતી. ડેથ ઓવરોની બોલિંગ, ગ્લેન મેક્સવેલનું ખરાબ ફોર્મ અને નબળો મધ્યમક્રમ ટીમની ચિંતાનો વિષય છે જેણે પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે પોતાની બાકી પાંચેય મેચ જીતવી પડશે. ટૂર્નામેન્ટના બે ટોપ સ્કોરર રાહુલ (525) અને મયંક અગ્રવાલ (393)ની હાજરી છતાં ટીમ જીત હાસિલ કરવામાં નિષ્ફળ રહી છે. ક્રિસ ગેલની સફળ વાપસીથી પરંતુ ઓપનિંગ બેટ્સમેન ઉપરથી દબાવ ઓછો થયો છે, વિશેષકરીને રાહુલ હવે વધુ ખુલીને રમી શકે છે. નિકોલસ પૂરને દેખાડી ચુક્યો છે કે તે શું કરવામાં સક્ષમ છે પરંતુ તેણે અત્યાર સુધી ટીમને જીત અપાવનાર ઈનિંગ રમી નથી. બેટ્સમેનના રૂપમાં મેક્સવેલ પર દબાવ વધી રહ્યો છે પરંતુ તે ઉપયોગી સ્પિનર સાબિત થઈ રહ્યો છે. દિલ્હી કેપિટલ્સ સામે ટીમ મેક્સવેલને વધુ એક તક આપે તેવી શક્યતા છે. દિલ્હીની ટીમ હાલની ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીની સૌથી સફળ ટીમ રહી છે અને શનિવારે રાત્રે ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ રોમાંચક મેચ જીતવાથી તેનો આત્મવિશ્વાસ વધ્યો હશે. પૃથ્વી શો કેટલીક મેચોમાં ખાતુ ખોલવામાં નિષ્ફળ રહ્યા બાદ મોટી ઈનિંગ રમવા આતુર હશે જ્યારે શિખર ધવન ફોર્મમાં વાપસી કરી ચુક્યો છે. દિલ્હીની ટીમ 9 મેચમાં સાત મેચ જીતવામાં સફળ રહી છે.
  વધુ વાંચો
 • રમત ગમત

  ધોનીએ આઈપીએલની 'ડબલ સદી' ફટકારી, હવે હિટમેન રોહિતને તક!

  દુબઇ : ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ સોમવારે આઇપીએલમાં ખાસ સ્થાન મેળવ્યું છે. તેણે રાજસ્થાન રોયલ્સની સામે મેદાનમાં ઉતરવાની સાથે જ 200 આઇપીએલ મેચ રમનાર ખેલાડી બન્યો છે. અબુ ધાબીના શેખ ઝાયેગ સ્ટેડિયમમાં ધોની એ ટોસ જીત્યો અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. ધોનીની આ ટી20 લીગમાં 200મી મેચ છે. તે આઇપીએલમાં 200 મેચ રમનાર પ્રથમ એકલો ખેલાડી છે. ત્યારબાદ મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માનો નંબર આવે છે જેણે અત્યાર સુધીમાં 197 મેચ રમી છે.  મેચ પહેલા ટોસ સમયે જ્યારે કોમેન્ટેટરે ડેની મોરિસનને આ વિશે પૂછ્યું તો તેમણે કહ્યું કે, તમે જ્યારે આ વિશે મને કહ્યું ત્યારે મને ખબર પડી, સારું લાગે છે પરંતુ આ માત્ર એક સંખ્યા છે. હું ભાગ્યશાળી અનુભવ કરું છું કે, વગર કોઇ ઇજાએ આટલો લાંબો સમય રમી શક્યો. ત્રણ વખત આઇપીએલની ટ્રોફી જીતનાર ધોની 2008માં શરૂ થયા બાદ ચેન્નાઇની કેપ્ટન્સી કરી રહ્યો છે. આ ફ્રેન્ચાઈઝીને જ્યારે બે વર્ષ માટે સ્થગિત કરવામાં આવી હતી ત્યારે તેણે રાઇઝિંગ સુપર જાયન્ટ્સનું પ્રતિનિધિત્વ કર્યું હતું.  આઇપીએલની 199 મેચમાં બે વર્લ્ડ કપ જીતનાર પૂર્વ ભારતીય ખેલાડીએ 23 ફિફ્ટીની મદદથી 4,568 રન બનાવ્યા છે. જમાં તેનો સર્વોચ્ચ સ્કોર 84 રન રહ્યો છે. તે દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 137.7નો રહ્યો હતો. તે ટૂર્નામેન્ટમાં સિક્સ મારવા મામલે ક્રિસ ગેલ (333 સિક્સ) અને એબી ડિ વિલિયર્સ (231) બાદ 215 સિક્સની સાથે ત્રીજા સ્થાન પર છે.
  વધુ વાંચો
 • રમત ગમત

  ધોનીની 200મી મેચ રહી રંગહીન,પ્લેઓફ હવે મુશ્કેલ,RRએ CSKને 7 વિકેટે હરાવ્યું

  અબુધાબીકરો યા મરો મુકાબલામાં રાજસ્થાન રોયલ્સે દમદાર પ્રદર્શન કરતા ચેન્નઈ સુપર કિંગ્સને 7 વિકેટે પરાજય આપ્યો છે. આ રાજસ્થાન રોયલ્સનો ચોથો વિજય છે. ટીમે અત્યાર સુધી 10 મેચ રમી છે. રાજસ્થાનની ટીમ હવે 8 પોઈન્ટ સાથે ટેબલમાં પાંચમાં સ્થાને પહોંચી ગઈ છે. તેની પ્લેઓફની આશા હજુ જીવંત છે. તો ચેન્નઈ સુપર કિંગ્સે ટૂર્નામેન્ટમાં સાતમી હારનો સામનો કરવો પડ્યો છે. તો ચેન્નઈ માટે પ્લેઓફના દરવાજા લગભગ બંધ થઈ ગયા છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ 20 ઓવરમાં 5 વિકેટે 125 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાને 17.3 ઓવરમાં 126 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. ચેન્નઈએ આપેલા 126 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની શરૂઆત ખુબ ખરાબ રહી હતી. ટીમે માત્ર 28 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. બેન સ્ટોક્સ (19), રોબિન ઉથપ્પા (4) અને સંજૂ સેમસન (0) રન બનાવી આઉટ થયા હતા. જેમાં સ્ટોક્સ અને સેમસનને દીપક ચાહરે તો રોબિન ઉથપ્પાને હેઝલવુડે આઉટ કર્યા હતા.  28 રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ જોસ બટલર અને સ્ટીવ સ્મિથે ઈનિંગને સંભાળી હતી. બટલરે 37 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. બંન્નેએ 98 રનની વિજયી ભાગીદારી નોંધાવી હતી. જોસ બટલર 48 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 70 રન બનાવી અણનમ રહ્યો હતો. સ્ટીવ સ્મિથ 34 બોલમાં 26 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો.   મહેન્દ્ર સિંહ ધોનીના નામે વધુ એક રેકોર્ડ, IPLમાં 200 મેચ રમનાર પ્રથમ ખેલાડી બન્યો અબુધાબીના મેદાન પર કેપ્ટન એમએસ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ચેન્નઈ માટે સેમ કરન અને ફાફ ડુ પ્લેસિસે ઈનિંગની શરૂઆત કરી હતી. ટીમને 13 રનના સ્કોર પર ફાફ ડુ પ્લેસિસ (10)ના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. ડુ પ્લેસિસને જોફ્રા આર્ચરે આઉટ કર્યો હતો. ત્યારબાદ શેન વોટસન (8) રન બનાવી કાર્તિક ત્યાગીની ઓવરમાં આઉટ થયો હતો. આમ ચેન્નઈએ 26 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી.  ટીમનો સ્કોર 53 રન હતો ત્યારે સેમ કરન (22)ને શ્રેયસ ગોપાલે આઉટ કરીને રાજસ્થાનને ત્રીજી સફળતા અપાવી હતી. કરને 25 બોલમાં એક ચોગ્ગો અને એક છગ્ગો પટકાર્યો હતો. અંબાતી રાયડૂ માત્ર 13 રન બનાવી રાહુલ તેવતિયાની ઓવરમાં આઉટ થયો હતો. 56 રન પર ચાર વિકેટ ગુમાવ્યા બાદ રવિન્દ્ર જાડેજા અને એમએસ ધોનીએ પાંચમી વિકેટ માટે 51 રનની ભાગીદારી કરી હતી. એમએસ ધોની ટીમનો સ્કોર 107 રન હતો ત્યારે 28 બોલમાં 2 ચોગ્ગા સાથે 28 રન બનાવી રન આઉટ થયો હતો. અંતમાં રવિન્દ્ર જાડેજા 30 બોલમાં 4 ચોગ્ગા સાથે 35 રન બનાવી અને કેદાર જાધવ 4 રન બનાવી અણનમ રહ્યાં હતા. ચેન્નઈની ટીમ માત્ર એક સિક્સ ફટકારી શકી હતી. રાજસ્થાન તરફથી જોફ્રા આર્ચર, કાર્તિક ત્યાગી, શ્રેયસ ગોપાલ અને રાહુલ તેવતિયાએ એક-એક વિકેટ ઝડપી હતી. 
  વધુ વાંચો
 • રમત ગમત

  સમુદ્રની વચ્ચે એકબીજામાં ખોવાયા વિરાટ-અનુષ્કા...એબી ડિવિલિયર્સે ક્લિક કરી તસ્વીર

  દૂબઇહાલ યૂએઈમાં આઈપીએલ (IPL 2020) ટૂર્નામેન્ટ ચાલી રહી છે. આઈપીએલમાં આરસીબી (RCB)નું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. આ દરમિયાન આરસીબી કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ સોશિયલ મીડિયા પર એક શાનદાર તસવીર શેર કરી છે. આ તસવીરમાં વિરાટ તેની પત્ની અનુષ્કા સાથે જોવા મળી રહ્યો છે. આ તસવીરમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા (Anushka Sharma) એટલાન્ટિસ ધ પામ, રિસૉર્ટ્સ (Atlantis Palm hotel) સામે સમુદ્રમાં નજરે પડી રહ્યા છે. આ તસવીરમાં બંને એકબીજાના પ્રેમમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે. બંનેની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર કરવામાં આવી રહી છે. બંનેની આ તસવીર ખૂબ જ સુંદર છે. સનસેટ વચ્ચે બંને એકબીજા નજીક જોવા મળી રહ્યા છે. જ્યારે તેમની પાછળ ખૂબસૂરત બિલ્ડિંગ નજરે પડી રહ્યું છે. બંને પાણીમાં અડધા ડૂબેલા છે અને એકબીજા સામે જોઈ રહ્યા છે. એવામાં દરેક વ્યક્તિ વિચારી રહ્યા છે કે આખરે આ ખૂબસૂરત તસવીરને કેમેરામાં કેદ કરનાર વ્યક્તિ કોણ છે? વિરાટ કોહલીએ આ ફોટો શેર કરતાની સાથે સાથે એવું પણ જણાવ્યું છે કે તેની અને અનુષ્કાની આ સુંદર તસવીર કોણે ક્લિક કરી છે. બંનેની આ સુંદર તસવીર એબી ડિવિલિયર્સે ક્લિક કરી છે. વિરાટ કોહલીએ ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે આ ફોટોની ક્રેડિટ એબી ડિવિલિયર્સને જાય છે. જેના પર ડિવિલિયર્સે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. વિરાટ કોહલી અને અનુષ્કાને પ્રશંસકોને આ તસવીર ખૂબ જ પસંદ પડી રહી છે. લોકો કોમેન્ટના માધ્યમથી આના પર પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અભિનેત્રી અનુષ્કા શર્મા હાલ પ્રેગનેન્ટ છે. વિરાટ અને અનુષ્કા બહુ ઝડપથી માતાપિતા બનવાના છે. વર્ષ 2021માં અનુષ્કા બાળકને જન્મ આપશે. બંનેએ તાજેતરમાં જ આ સમાચાર સોશિયલ મીડિયા પર પોતાના પ્રશંસકોને આપ્યા હતા.
  વધુ વાંચો