વડોદરા, તા.૧૨

શહેરના આજવા રોડ સરદાર એસ્ટેટ પાસે આવેલા કોમ્પ્લેક્સના બે ફ્લોરની બાલ્કની ધડાકા સાથે તૂટીપડતાં ફસાયેલા ૬૦ જેટલા રહીશોને ફાયર બ્રિગેડ દ્વારા રેસ્કયૂ કરવામાં આવ્યા હતા. વર્ષોજૂના શેષનારાયણ કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોરપર દુકાનો તેમજ ઉપરના ત્રણ ફ્લોરપર ૩૬ જેટલા ફ્લેટ આવેલા છે. છેલ્લા કેટલાક સમયથી કોમ્પ્લેક્સની બાલ્કનીના ભાગે તિરાડો દેખાતી હતી તેમજપોપડાંપણ ખરતાં હતાં, જેથી કોમ્પ્લેક્સના રહીશોએ રિપેરીંગ કામ કરવા માટે ર્નિણયપણ લીધો હતો.પરંતુ આ અંગે સહમતી સાધવા માટે ચર્ચા ચાલતી હતી તેને કારણે રિપેરીંગમાં વિલંબ થયો હોવાનું જાણવા મળે છે. ફાયર બ્રિગેડના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આજે બપોરે ૧ વાગ્યાના અરસામાં સરદાર એસ્ટેટ પાસે આવેલા શેષનારાયણ કોમ્પ્લેક્સના ફ્લેટમાં લોકો પોતાનું ઘરકામ કરી રહ્યા હતા તેમજ નોકરી ધંધાર્થે ગયા હતા, દરમિયાન એકાએક ધડાકો થયો હતો. લોકોએ જાેયું તો કોમ્પ્લેક્સના વચ્ચેના ભાગની બીજા માળની બાલ્કની તૂટીને નીચેપડી હતી, જેમાં પ્રથમ માળની બાલ્કની પણ તૂટી પડતાં સમગ્ર કોમ્પલેક્સમાં ઉપરના માળે જવા એક જ પગથિયાં હોવાથી લોકો ફસાઈ ગયા હતા. આ બનાવની જાણ કરાતાં ફાયર બ્રિગેડના લાશ્કરો તુરંત દોડી આવ્યા હતા અને હાઈડ્રોલીક પ્લેટ ફોર્મ તેમજ ક્રેનની મદદ થી ૬૦ જેટલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.