14, જુન 2025
2772 |
ઈઝરાયલ, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષમાં છેલ્લા ૨૪ કલાકમાં અત્યાર સુધીમાં ૧૩૮ ઇરાનીયન નાગરિકોના મોત થયા છે. જેમા ૯ ૯ પરમાણુ સાયન્ટિસ્ટનો પણ સમાવેશ થાય છે. શુક્રવારે રાત્રે ૧૦:૩૦ વાગ્યે ઇઝરાયલે બીજી વખત ઇરાનના પરમાણુ સ્થાપનો પર ફાઇટર જેટથી હુમલો કર્યો. જેમાં ભારે ખાનાખરાબી થઇ હતી. હુમલામાં ૬૦ લોકો માર્યા ગયા જ્યારે ૩૫૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. અગાઉ, શુક્રવારે સવારે ૫:૩૦ વાગ્યે થયેલા હુમલામાં ૭૮ લોકોના મોત થયા હતા, જેમાં ૯ પરમાણુ વૈજ્ઞાનિકો અને ૨૦થી વધુ ઇરાની કમાન્ડરનો પણ સમાવેશ થાય છે.
ઈરાને ઇઝરાયલના રક્ષા મંત્રાલયને પણ મિસાઇલોથી નિશાન બનાવ્યું છે. દરમિયાન, ઓછામાં ઓછી ૮ મિસાઇલો રક્ષા મંત્રાલય પર ઝીંકી હતી. જાેકે, ઇઝરાયલે હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી. ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂને ઈરાન તરફથી હુમલાના ભયને કારણે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ઇઝરાયલે એક દિવસ પહેલા શુક્રવારે સવારે ૫:૩૦ વાગ્યે ઈરાની પરમાણુ મથકો અને અનેક લશ્કરી મથકોને નિશાન બનાવ્યા હતા. આમાં, ૬ પરમાણુ વૈજ્ઞાનિકો અને ૨૦થી વધુ લશ્કરી કમાન્ડર માર્યા ગયા હતા. ઇઝરાયલે ઈરાનની રાજધાની તેહરાન પર હુમલો કરવાનો ખુલ્લેઆમ પડકાર ફેંક્યો છે.
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ એફી ડેફ્રીને જણાવ્યું હતું કે, તેહરાન હવે સુરક્ષિત નથી. ઈરાનની રાજધાની હવે ઇઝરાયલી હુમલાઓથી બચી શકશે નહીં. ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીએ ઈઝરાયલી હુમલામાં માર્યા ગયેલા ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના વાયુસેનાના નવા ચીફની નિમણૂક કરી છે. ઈરાનની ન્યૂઝ એજન્સી મેહર અનુસાર, અમીરલી હાજીઝાદેહના સ્થાને માજિદ મુસાવીને કમાન્ડર બનાવવામાં આવ્યા છે. શુક્રવારે ઇઝરાયલી હુમલામાં એરોસ્પેસ ચીફ અમીરલી હાજીઝાદેહ, ૯ પરમાણુ વૈજ્ઞાનિકો અને ૨૦થી વધુ ઈરાની કમાન્ડરો સાથે માર્યા ગયા હતા. ઇઝરાયલી સેનાએ શુક્રવારે સવારે ઈરાન વિરુદ્ધ લશ્કરી કાર્યવાહીની શરૂઆતમાં માર્યા ગયેલા નવ ઈરાની પરમાણુ વૈજ્ઞાનિકોના નામ જાહેર કર્યા છે. સેનાનો દાવો છે કે તેઓએ ઈરાનના પરમાણુ બોમ્બ બનાવવાના પ્રયાસોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.