બિહારના પશ્ચિમી ચંપારણમાં ઝેરી દારૂ પીવાથી 16 લોકોના મોત
16, જુલાઈ 2021

પટના-

બિહારના પશ્ચિમી ચંપારણમાં ૧૬ લોકોના શંકાસ્પદ પરસ્થિતિમાં મોત થઈ ગયા. પરિવારનું કહેવું છે કે આ મોત ઝેરીલી દારૂથી થયા છે. જાે કે પ્રશાસને આ મામલે મૌન સાધ્યું છે. સમાચાર એ પણ છે કે ગમમાં ડૂબેલા ગ્રામીણોએ ચૂપચાપથી મૃતકોનો અંતિમ સંસ્કાર પણ કરી દીધા, જેનાથી એ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મરનારાઓનો આંકડો વધી શકે છે. તો ઘટનાની સૂચના બાદ જિલ્લા વહીવટીતંત્રની એક ટીમ મોતની તપાસ માટે ગામમાં પહોંચી છે.

ચંપારણ રેન્જના ડીઆઈજી લલ્લન મોહન પ્રસાદે જણાવ્યું કે, તેમને સૂચના મળી છે કે લૌરિયા પોલીસ સ્ટેશન ક્ષેત્રના દેવરાજ ગામમાં અનેક લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે અમે રિપોર્ટની પુષ્ટિ કરી છે. મૃતકોની સંખ્યા ૨૦થી ૨૫થી વધારે થઈ શકે છે તેવું કહેવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે લોકોએ ગૂપચૂપ રીતે મૃતકોના અંતિમ સંસ્કાર કર્યા છે. પોલીસના ડરે લોકોએ પરિવારજનોના અંતિમ સંસ્કારમાં ઉતાવળ કરી.

આ દરમિયાન ભાકપા નેતા સુનીલ રાવે આટલી મોટી સંખ્યામાં લોકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું. સિકટાથી ભાકપાના ધારાસભ્ય વિરેન્દ્ર ગુપ્તાએ મોતની તપાસ પર માંગ કરી છે. તેમણે કહ્યું કે, દોષીઓ પર સખ્ત કાર્યવાહી કરવાને લઈને મુખ્યમંત્રી નીતિશ કુમારને મળશે. ભાકપાના ધારાસભ્ય શુક્રવારના એક ટીમની સાથે ઘટનાસ્થળની મુલાકાત કરશે. કાૅંગ્રેસ નેતા શાશ્વત કેદારે કહ્યું કે, રાજ્યની દારૂબંધી નીતિ બેનકાબ થઈ ગઈ છે.કેદારે જણાવ્યું કે, સીએમે દારૂના દુરઉપયોગને રોકવા માટે શિક્ષણ અને જાગૃતતાના સ્તરને વધારવાની નીતિ અપનાવવી જાેઇએ જેવી રીતે તેઓ વસ્તી નિયંત્રણને લઈને કરે છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution