ભરૂચ, છેલ્લાં કેટલાંક દિવસો થી દેડિયાપાડા અને સાગબારાના તાલુકા ના લોકો ઓક્સિજન ના અભાવે મૃત્યુ પામતા હતા.નર્મદા જીલ્લાની કોવિડ ૧૯ ની હોસ્પિટલે પણ ઓક્સિજનની જરૂરિયાત વાળા દર્દીઓ ને દાખલ કરવા ની ના પાડી છે.ત્યારે લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા અને અનેક લોકોની રજૂઆત ને ધ્યાને લઈ ધારાસભ્ય મહેશભાઈ વસાવા એમની વ્હારે આવ્યા છે.નર્મદા જીલ્લાના દેડિયાપાડા અને સાગબારા તાલુકામા કોરોના એ કહેર વર્તાવ્યો છે.ત્યારે દેડિયાપાડાના ધારાસભ્ય મહેશભાઈ વસાવાએ ધારાસભ્યની ગ્રાન્ટ માંથી ૨૫ લાખ ની રકમ દેડિયાપાડા ના કૃષિ ઈજનેરી કોલેજ તથા  ખાતે ઉભા કરેલા કોરોના કેર સેન્ટર અને સાગબારાના કન્યા આદર્શ નિવાસી શાળા કોરોના કેર સેન્ટર ખાતે બેડ, ઓક્સીજન અને રેમડીસિવર ઈન્જેક્શન પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે ફાળવણી કરી છે.તાત્કાલિક ધોરણે ઉપ્લબ્ધ કરવા જે તે વિભાગ ને જાણ કરવામા આવી છે. સ્થાનિક લોકો ને અહીજ પૂરતી સારવાર મળી રહશે. એ જાણી ને લોકો એ હાશકારો અનુભવ્યો છે અને આવનાર સમયમાં પણ સરકાર ની ગાઈડલાઈન મુજબ કરોના સામે લડવા લોકો ને જ્યારે પણ જરૂરી સુવિધાઓ ઉભી કરવા ગ્રાન્ટ ની જરૂર પડશે તો ફાળવણી કરવામાં આવ‌શે‌‌ તેમ‌ જણાવ્યું હતું.