લાકડાઉનમાં વાઇફાઇના ઉપયોગમાં ૪૦%નો વધારો
06, જુલાઈ 2020 2376   |  

વડોદરા, તા.૫  

વડોદરા શહેરમાં માર્ચથી મેં માસ સુધીના લોકડાઉનના સમયગાળા દરમિયાન વાઇફાઇ નેટવર્ક દ્વારા ડેટાના વપરાશમાં સો ટકાનો વધારો થવા પામ્યો છે.જ્યારે વિવિધ હોસ્પિટલોની આસપાસ વાઇફાઇનો ઉપયોગ કરનારની સંખ્યામાં અગાઉની સરખામણીએ ૪૦ ટકાનો વધારો જોવા મળ્યો હતો. વડોદરા મહાનગર પાલિકા દ્વારા કેન્દ્ર સરકારના સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત બે વર્ષ અગાઉ ઈન્ડ્‌સ ટાવર્સ સાથે મળીને ઇન્ટેલીજન્ટ પોલ્સનું નેટવર્ક સ્થાપિત કર્યું હતું. આ નેટવર્ક બદામડીબાગ ખાતેના પાલિકાના ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર-આઇસીસીસી સાથે સીધી રીતે સંકળાયેલું રહ્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution