લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, એપ્રીલ 2026 |
સુરત |
2772
શહેરનાં કડોદરા મેઈન રોડ પર ગણપત કાકાનાં ગોટાની દુકાન સામે આવેલ મોર્ડન ટાઉન રેસિડેન્સીમાં મોડી રાત્રે કોઈ વ્યક્તિ દ્વારા ઈલેક્ટ્રીક બાઈક ચાર્જિંગમાં મૂકવામાં આવી હતી. જોકે તેમાં શોર્ટ સકિર્ટ બાદ આગ લાગતા ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ર્પાકિંગમાં પાર્ક કરેલી ૧૮ બાઈક, ત્રણ સાયકલ અને એક જનરેટર આગમાં ખાક થઈ ગયું હતું. બનાવની જાણ થતા ડુંભાલ, પુણા અને ડીંડોલી ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી.