ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 21 કેસ, 3,43,742 વ્યક્તિઓનું રસીકરણ
30, જુલાઈ 2021

ગાંધીનગર-

રાજ્યમાં કોરોનાની અસર હવે નામ પૂરતીજ રહી હોય તેમ આજે નવા 21 કેસ સામે આવ્યા હતા.અને 29 દર્દીઓએ વાયરસને મ્હાત આપી હતી. તેમજ આજે પણ રાજકોટ જિલ્લામાં સતત ત્રીજા દિવસે એક પણ કેસ ન નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. તેમજ 23 જિલ્લામાં કોરોનાના કોઈ દર્દી નોંધાયા ન હતા. કુલ 8.24 લાખ સંક્રમીતોમાંથી 814514 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. આજે રિકવરી રેટ 98.75 યથાવત રહ્યો હતો. હાલ એકટીવ કેસ 260 પર પહોંચ્યો છે. આજે કોરોનાનાં 21 નવા કેસ નોંધાયા હતા.તેની સામે 29 દર્દી સાજા થયાં છે. જ્યારે આજે એક પણ મોત નોંધાયુ ન હતું. રાજયમાં કુલ 5 દર્દી વેન્ટિલેટર પર છે.જ્યારે 255 દર્દીઓ સ્ટેબલ છે.રાજ્યનો કુલ મૃત્યુઆંક 10076 તથા કુલ પોઝિટિવ કેસનો આંક 824850 પર પહોંચ્યો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલ કેસ-અમદાવાદ 5, વડોદરા 4, જુનાગઢ 3, ભરૂચ-સુરત 2, અમરેલી-આણંદ-દાહોદ-ગીર સોમનાથ અને મોરબીમાં 1-1 કેસ નોંધાયા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution