ઈઝરાયેલ સાથે તણાવ વચ્ચે ઈરાનમાં ૨૯ લોકોને ફાંસી આપવામાં આવી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, ઓગ્સ્ટ 2024  |   2574

તહેરાન: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના તણાવ પર દુનિયાની નજર છે ત્યારે ઈરાને લગભગ ૨૯ લોકોને ફાંસી આપી છે. રાજધાની તેહરાનની નજીકની બે જેલોમાં આ સામૂહિક સજા એક જ દિવસમાં આપવામાં આવી છે. આ સમાચાર સૌ કોઇ માટે આઘાતજનક છે.નોર્વે સ્થિત ઈરાન હ્યુમન રાઈટ્‌સ ઓર્ગેનાઈઝેશન અનુસાર, ૨૬ કેદીઓને ગેઝેલહેઝર જેલમાં અને ત્રણને કરજ સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી. એચઆરએનજીઓના ડિરેક્ટર મહમૂદ અમીરી-મોગદ્દામ એક નિવેદનમાં જણાવ્યું હતુ કે ઇસ્લામિક રિપબ્લિક દેશમાં કેદીઓને સામૂહિક ફાંસી આપવા અને ઇરાનમાં દમનને વધુ તીવ્ર બનાવવા ઇઝરાયેલ સાથેના તેના તણાવ તરફ વૈશ્વિક ધ્યાનનો લાભ લઈ રહ્યું છે.ઈરાન દેશની અંદર માનવાધિકારને દબાવવા માટે આનો ફાયદો ઉઠાવી રહ્યું છે. ફાંસી આપવામાં આવેલા ૨૯ લોકોમાંથી ૧૭ને હત્યાના આરોપમાં, સાતને ડ્રગ સંબંધિત આરોપોમાં અને ત્રણને બળાત્કારના આરોપમાં ફાંસી આપવામાં આવી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution