રાજકોટ, રાજકોટની ત્યક્તા આર્થિક મદદ માટે ગોંડલ ગઇ હતી. જ્યાં એક શખ્સને મળી હતી. પહેલા ગેસ્ટહાઉસમાં શરીરસંબંધ બાંધવાની વાત થતા મહિલાએ માથાકૂટ કરતા ભગવતપરા હરભોલે સોસાયટી પ્રમુખસ્વામી પાર્કના ખુલ્લા પ્લોટમાં ૬ શખ્સોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. ૬ શખ્સોએ આખી રાત મહિલા પર ત્રણ-ત્રણ વાર દુષ્કર્મ આચર્યું હતું. છ શખ્સોએ અત્યાચાર આચર્યા પછી મહિલાને કોલેજ ચોક ખાતે ઉતારી જતા રહ્યા હતા અને બાદમાં મહિલાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી. ગોંડલ પોલીસ રાજકોટ મહિલાની ફરિયાદ નોંધી ગણતરીની કલાકોમાં જ આરોપીઓને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટની હોસ્પિટલમાં સારવારમાં રહેલી મહિલાએ ગોંડલના છ શખસ વિરુદ્ધ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાની સાથે જ નાયબ પોલીસ અધિક્ષક પ્રતિપાલસિંહ ઝાલા, સિટી પી.આઈ. સંગાડા, પી.આઇ. ગોહિલ તેમજ પી.એસ.આઇ. બી.એલ. ઝાલા સહિતનાઓએ તપાસના ચક્રો ગતિમાન કરી ગણતરીની કલાકમાં નિખિલ ચંદુલાલ દાફડા, પ્રવીણ સોમાભાઈ પરમાર, રાહુલ મનસુખભાઈ રાદડિયા, અજય ઉર્ફે ગની વિનોદભાઈ દેરવાડિયા, મહેશ ભીખાભાઈ માનસુરીયા અને કલ્પેશ નરસિભાઈ પરમારને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે ગોંડલ ડ્ઢઅજॅ પી.એ.ઝાલાએ જણાવ્યું હતું કે, ૭ ઓક્ટોબરના રોજ રાતના સમયે ગોંડલ શહેરમાં રાજકોટની મહિલા સાથે સામુહિક દુષ્કર્મનો બનાવ બન્યો હતો. આથી ગોંડલ પોલીસની ટીમે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલી મહિલાની ફરિયાદ નોંધી હતી.

બાદમાં સામુહિક દુષ્કર્મના છ આરોપીની ધરપકડ કરી છે અને તેની પાસેનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. રાજકોટની ૫૦ વર્ષની મહિલાએ ગોંડલ પોલીસ સ્ટેશનમાં છ શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન ૩૨ વર્ષ પૂર્વે થયા હતા.સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે, ૧૩ વર્ષ પૂર્વે પતિ સાથે છૂટાછેડા બાદ એકલી રહેતી હતી.કેટલાક સમયથી તેનો ભત્રીજાે સાથે રહે છે. કેટલાક સમયથી પૈસાની જરૂરિયાત હોય ગત તા.૭ના ભત્રીજાને આ અંગે વાત કરતાં ભત્રીજાએ ગોંડલ રહેતા મિત્ર અકબર પાસે જવાનું કહેતા ગોંડલ બસ સ્ટેશને ગઇ હતી. ત્યાં અકબરે નજીકમાં આવેલા અમૃત ગેસ્ટહાઉસમાં જવાનું કહ્યું હતું.