લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, ડિસેમ્બર 2020 |
1683
ડભોઇ, ડભોઇ તાલુકાના અંબાવ નજીક વિચિત્ર અકસ્માત સર્જાયો એક ડમ્પર અને બે કાર વચ્ચે થયેલ અસ્કમાત માં આશરે ૮ ઉપરાંત લોકો નો આબાદ બચાવ સમગ્ર અકસ્માત માં કોઈ મોટી જાણ હાની થવા પામી ન હતી. ડભોઇ વડોદરા રોડ ઉપર રવીવાર હોવાને પગલે વાહનો ની ભારે અવર જવર હતી તે અરસામાં ડભોઇ તાલુકા ના અંબાવ ગામ નજીક આગડ ચાલતી એક કાર ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવતા ડમ્પર અને તેની પાછળ ઇકો ગાડી ધડાકા ભેર અથડાઇ હતી જાે કે સમગ્ર બનાવ માં ૮ લોકો ને આસ પાસ ના રાહદારીઓ દ્વારા બહાર કાઢી લેવામાં આવ્યા હતા જેથી સાદ નસીબે કોઈ મોટી જાણ હાની થવા પામી ના હતી. પરંતુ સમગ્ર બનાવ માં બંને ગાડીઓનો કચ્ચર ઘાણ નિકડી જવા પામ્યો હતો જ્યારે કાર માં સવાર લોકો ને નાની મોટી ઇજાઓ થવા પામી હતી. જાે કે સમગ્ર બનાવ ને પગલે રોડ ઉપર ભારે ટ્રાફીક જામ ના દ્રશ્ય સર્જાયા હતા ડભોઇ પોલીસ સ્થળ ઉપર પહોચી જઇ ટ્રાફીક નિયંત્રણ કર્યું હતું. રવિવારના રોજ અકસ્માત થતાં લોકો અટવાઇ પડ્યા હતા. અકસ્માતમાં આશરે ૮ ઉપરાંત લોકો નો આબાદ બચાવ થયો હતો. સમગ્ર અકસ્માત માં કોઈ મોટી જાણ હાની થવા પામી ન હતી.