08, ફેબ્રુઆરી 2021
594 |
લુણાવાડા, લુણાવાડા ટાઉન વિસ્તારમાં આવેલ લુણાવાડા ટાઉન આરામપુરા વિસ્તારમાં આવેલ બાતમી આધારે ૨૯ જુગારીઓને રોકડ રકમ રૂા .૭,૫૭,૭૪૦/ - તથા મોબાઈલ નંગ ૩૧ સાથે કુલ કિંમત રૂ.૧,૦૮,૫૦૦/- તથા ફોરવહીલ વાહનો નંગ-૪ કિંમત રૂ.૧૦,૫૦,૦૦૦ મળી કુલ રૂ.૧૯,૧૬,૨૪૦ ના મુદામાલ સાથે ઝડપી પાડવામા અવ્યા હતા
નાયબ પોલીસ અધિક્ષક એન.વી.પટેલ લુણાવાડા વિભાગ, લુણાવાડા નાઓને મળેલ ચોક્કસ બાતમી આધારે તેઓ નું જુગાર ધારા કલમ ૬ મુજબનું વોરંટ મેળવી પોલીસ ઇન્સપેક્ટર આર.ડી.ભરવાડ તથા રીડર પો.સ.ઇ જી.સી.માતંગ તથા પો.સ.ઇ કે.ડી.ડીંડોર તથા પોલીસ સ્ટાફના માણસો તથા પંચો સાથે લુણાવાડા ટાઉન વિસ્તારમાં આવેલ આરામપુરા વિસ્તારમાં રહેતા નાસિર ક્યુમ અરબ નાનો પોતાના આર્થિક ફાયદા સારું અલગ - અલગ એરિયામાંથી માણસો બોલાવી પોતાના કાકા કાદર અરબ ના કબ્જા ભોગવટાના ઘરમાં પૈસા થી હાર- જીત નો પત્તાં-પાનાં નો જુગાર રમી રમાડતો હોય સદર જગ્યાએ રેઇડ કરી ૨૯ આરોપીઓને પકડી પાડી તેમની અંગઝડતી માંથી મળેલ રોકડ રૂ.૨,૭૯,૭૧૦ તથા દાવ ઉપરથી મળી આવેલ રોકડ રૂ. ૪,૭૮,૦૩૦ મળી કુલ રોકડ રૂ.૭,૫૭,૭૪૦ તથા આરોપીઓ પાસેથી મળી આવેલ મોબાઈલ નંગ. ૩૧ ની કિંમત રૂ. ૧,૦૮,૫૦૦ તથા આરોપીઓના પાસેથી મળેલ છે